પોરબંદરના ૧૨ વર્ષના શૂટરે રાષ્ટ્રીય કક્ષાએ મેળવી અનેરી સિધ્ધિ પ્રતિ કરી છે. ભોપાલ ખાતે નેશનલ પિસ્તોલ શૂટીંગ ચેમ્પિનસીપમાં રીનાઉન્ડ શૂટર તરીકે ખ્યાતિ મેળવી રાષ્ટ્રીય જુનીયર ટીમ ટ્રાયલ માટે કવોલીફાઇ થયો છે.
તાજેતર માં ભોપાલ ખાતે ચાલી રહેલી 66મી નેશનલ પિસ્તોલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2023 માં મૂળ ભલગામડા ગામના વતની રાણા પૃથ્વીરાજસિંહ દિવ્યરાજસિંહ એ 10મીટર પિસ્તોલ શૂટીંગ ની સબયુથ મેન કેટેગરી માં 600 માંથી 541 સ્કોર કરી રીનાઉન્ડ શૂટર તરીકેની ખ્યાતિ મેળવેલ છે. તેમજ ઇન્ડિયન જુનિયર ટીમ ટ્રાયલ માટે પણ ક્વોલીફાય કરેલ છે.
તેઓ ની માત્ર 12 વર્ષ ની આ સિદ્ધિથી જિલ્લાના પ્રથમ સબયુથ કેટેગરીના ટ્રાયલ માટે કવોલીફાય થયેલ ખેલાડીનું બિરુદ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે પૃથ્વીરાજસિંહ તેમના પિતા દિવ્યરાજસિંહ જેઓ સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૂટીંગ કોચ છે તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે અને આગામી સ્કૂલ ગેમ નેશનલ માં પણ તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે તે માટે પોરબંદર જિલ્લા રાયફલ શૂટીંગ એસો, કોચ દિવ્યરાજસિંહ રાણા ,પ્રમુખ એમ.જી. શિંગરખીયા (એડવોકેટ) , ઉપ પ્રમુખ ભરતભાઈ લાખણી(એડવોકેટ), સેક્રેટરી નિલેશકુમાર જોષી(એડવોકેટ), ટ્રેનર કાર્તિક પરમાર એ અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ આગામી સ્પર્ધામાં રાજ્યનું તેમજ દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી .