પોરબંદર ની ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કૉલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનારનું એન્હાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન થુ આઇસીટી (આઇસીટી દ્વારા શિક્ષણમાં પ્રવર્ધન) વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું. જુદી જુદી કૉલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા 115 રીસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.
સેમીનારનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધીથી કરવામાં આવ્યો હતો. તેમાં ચેર અને કૉ-ચેરપર્સન તરીકે જુદી જુદી કૉલેજમાંથી આમંત્રિત મહેમાન તરીકે પધાર્યા હતા જેમાં પ્રો.ધવલભાઈ ખેર અને પ્રો. નીરવભાઈ દત્તાણી ડૉ.વી.આર.ગોઢાણીયા આઇ.ટી. કૉલેજ, ડૉ ઋષિ પંડ્યા -ડૉ વી.આર.ગોઢાણીયા મહિલા કૉલેજ, પ્રો.દેવશ્રી વિસાણા-ડૉ. વી. આર. ગોઢાણીયા એન્જિનિયરીંગ કૉલેજ – હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ- એમ.બી. એ., પ્રો. વિશાલ પંડ્યા – મોઢા કૉલેજ, પ્રો. ઝલક ઠકરાર -મોઢા કૉલેજ, પ્રો.અશ્વિન સવજાણી-માધવાણી કૉલેજ, પ્રોજયેશભાઈ મોઢા – સાયન્સ કોલેજ, ડૉ એમ. એન.વાધઘેલા અને ડૉ ભરતભાઈ ઓડેદરા – ડૉ વી.આર.ગોઢાણીયા મહિલા કૉલેજ દ્વારા ચેર
અને કૉ-ચેર પર્સન તરીકેની ભૂમિકા બખૂબી નિભાવી હતી.
કી -નોટ સ્પીકર તરીકે ડૉ. વી. આર. ગોઢાણીયા એન્જિનિયરીંગ કૉલેજનાં ડૉ. સંજય અગલ, ડૉ. વી. આર. ગોઢાણીયા બી.એડ. કૉલેજ તથા એકેડમીક ટ્રસ્ટી પ્રિન્સીપાલ ડૉ.હીનાબેન ઓડેદરા, ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કૉલેજનાં પ્રિન્સીપાલ ડૉ. કેતન શાહ, જાણીતા કેળવણીકાર ડૉ. ભરડા સર ઉપસ્થિત રહ્યા હતા. કી – નોટ સ્પીકર ડૉ. સંજય અગલે જણાવ્યું હતું કે આઇ.સી.ટી.માં આપણે લોકો ફોર ટેકનોલોજી પર ભાર મૂકીએ છે પરંતુ તેના જેટલું જ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન પર પણ ધ્યાન
આપવાનું કહ્યું હતું. એજ્યુકેશનમાં કન્ટેન્ટ ને ગૂગલ પરથી સીધું ઉઠાવતા પહેલા, તેની યોગ્યતા જોવાની શીખ આજના રીસર્ચ પેપર રજૂ કરતાં સ્કોલર ને શીખ આપી હતી.
એકેડમીક ટ્રસ્ટી ડૉ. હીનાબેન ઓડેદરાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે પોરબંદરના ઇતિહાસમાં સૌ કોઈ જાણે છે કે આ કૉલેજે 1988 માં કોમ્પ્યુટર વીથ બી.કોમ. અને ડી.સી.એ.નાં કોર્ષ શરૂ કરી પોરબંદરમાં ટેકનોલોજીની શરૂઆત કરી હતી અને આજે 35 વર્ષમાં બી.સી.એ., કમ્પ્યૂટર એન્જિનિયર, એમ.એસસી.આઇ.ટી. વગેરે જેવા કોર્ષ ઉપલબ્ધ છે. તેણે ટ્રસ્ટી તરીકે જણાવ્યું હતું કે બદલાતા સમયમાં ટેકનોલોજીનાં ઉપયોગ વિશે નવેસરથી વિચારવાની જરૂર ઊભી થતાં ગોઢાણીયા સંકુલની સ્કૂલમાં પાંચમા ધોરણથી કોડિંગનો પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
મહિલા કોલેજમાં તો ગત વર્ષથી જ અમૃત નવસર્જન સોફ્ટવેર દ્વારા આર્ટસના વિદ્યાર્થીઓને કોડિંગની તાલીમ આપવામાં આવી છે. તેણે જણાવ્યું કે આગામી સમયમાં આઇસીટી ને અનુલક્ષીને ઇન્સ્ટેટ્યૂશન ડેવલોપમેન્ટ પ્લાન પણ બનાવવા જઈ રહ્યા છે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સંકુલના ઈનફ્ાસ્ટ્રકચર અને ટેકનોલોજીનાં લાભાર્થી બને તેવી અપીલ કરી હતી.
બીજા સેશનમાં પાંચ ક્લાસરૂમમાં પેપર રીડિંગ સેશન રાખવામાં આવ્યું હતું જેમાં દરેક ચેર અને કૉ-ચેર પર્સન દ્વારા વિદ્યાર્થિઓનાં પેપર પ્રેઝંટેશનનું મૂલ્યાંકન કરીને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. રીસર્ચ પેપરનાં વાંચનને સાંભળવામાં ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીઓ દ્વારા અભૂતપૂર્વ ઉત્સાહ અને પ્રતિસાદ જોવા મળ્યો હતો. દરેક ક્લાસરૂમ સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા .
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ફીડબેક આપ્યા હતા. બી.એડ. કૉલેજની વિદ્યાર્થિની રાતીયા પૂજા, તેમજ ગોઢાણીયા કૉલેજની વિદ્યાર્થીની પરમાર નિરાલી અને પરમાર રિયા અને પુરોહિત ક્રિષ્ના એ સેમીનાર અંગેનો અભિપ્રાય આપી કહ્યું હતું કે ઘણું બધું શીખવા મળ્યું અને હજુ પણ આવા સ્ટુડન્ટ સેમિનાર યોજાતા રહેવા જોઈએ એવી માંગણી કરી હતી.
ત્રીજા સેશનમાં ઈનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો. તેમાં ડો. વિરમભાઇ ગોઢાણિયાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે વિદ્યાર્થી કારર્કીદીમાં કલાસરૂમમાં ફકત કોર્ષ પૂરો કરીને હવે નવી શિક્ષણ નીતિમાં ચાલવાનું નથી, કેસ સ્ટડી, રીસર્ચ પેપર, સેમિનાર, ફિલ્ડવીઝીટ, ઇન્ટર્નશીપ, સ્ટડી ટૂર, યુથ એકસચેન્જ પ્રોગ્રામ, બીજી શિક્ષણ સંસ્થા સાથે જોડાણ જેવા પરિમાણોનો જે ખૂબ જ ઓછો અથવા કયારેક જ ઉપયોગ થતો હતો હવે હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટે આ પરિમાણોનો જ મુખ્ય આધાર સ્તંભ નવી શિક્ષણનીતિમાં બનાવવા પડશે.
રૂમ નંબર 10 થીમ એકમાં પ્રથમ ક્રમે ઓડેદરા રેખા એસ., દ્વિતીય ક્રમે મહેતા જીલ અને તૃતીય ક્રમે મોઢવાડીયા સંધ્યા રહ્યા હતા જ્યારે રૂમ નંબર 11 માં થીમ બે માં પ્રથમ ક્રમે ચાવડા ખુશી ,દ્વિતીય ક્રમે જાડેજા રક્ષા અને તૃતીય ક્રમે ચામડીયા હાર્દિક અને સલેટ અભય સયુંકત રીતે રહ્યા હતા. રૂમ નંબર 12અને થીમ 3 માં પ્રથમ ક્રમે રાણીંગા પ્રિયા, દ્વિતીય ક્રમે પરમાર નેરાલી અને તૃતીય ક્રમે ખાણધર પૂજા રહ્યા હતા. રૂમ નંબર 13 અને થીમ 4 માં પ્રથમ ક્રમે નાંઢા પ્રાપ્તિ, દ્વિતીય ક્રમે પુરોહિત દૃષ્ટિ અને તૃતીય ક્રમે મકવાણા વર્ષા રહ્યા હતા.રૂમ નંબર 5 અને થીમ 5 માં પ્રથમ ક્રમે રતિયા પૂજા, દ્વિતીય ક્રમે મોનાણી વૃષ્ટિ અને તૃતીય ક્રમે ખાણધર અમિત રહ્યા હતા.
આ તકે સમગ્ર માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડૉ વિરમભાઇ ગોઢાણીયા, એક્ટિવ ટ્રસ્ટી ડૉ હીનાબેન ઓડેદરા , પ્રિન્સીપાલ ડૉ. કેતન શાહ, કી -નોટ સ્પીકર ડૉ સંજય અગલ તેમજ ચેર અને કૉ-ચેર પર્સન અને સમગ્ર ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા સર્વે વિજેતાઓને શુભેચ્છા સાથે ઉજ્જવળ કારકિર્દીનાં આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને સતત સંશોધન ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.