આદિત્યાણા ગામે સાડા પાંચ વર્ષ પૂર્વે સગીરા પર થયેલ બળાત્કાર ના કેસ માં પોરબંદર ની સ્પે.પોક્સો કોર્ટે આરોપી ને દસ વર્ષ ની સખત કેદ ની સજા અને ૧૦ હજાર નો દંડ ફટકાર્યો છે.
આદિત્યાણા ગામે નવાપરા બાયપાસ રોડ પર રહેતા રમેશ દેવા વાસણે ગત તા.૧૫/૬/૧૭ ના વીસેક દીવસ અગાઉ રાત્રીના સમયે સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. અને બાજુ માં આવેલ તેની દુકાનમાં સગીરા ના બળજબરી પુર્વક કપડા ઉતારી મારી નાખવાની ધમકી આપી ઈચ્છા વિરૂધ્ધ સંભોગ કર્યો હતો. અને ત્યારબાદ ધમકી આપી તેણીના ઘરે મોકલી આપી હતી.
સગીરાએ ધમકીના ભયના કારણે જે-તે વખતે પોતાના માતા-પિતાને આ અંગે વાત કરી ન હતી. પરંતુ સગીરા ને ત્યારબાદ માસિક ધર્મ ન આવતા તેની માતા એ પુછપરછ કરતા તેણે સમગ્ર હકીકત ની જાણ કરી હતી. આથી સગીરા ની માતા એ રમેશ સામે રાણાવાવ પોલીસ મથક માં પોકસો એકટ સહિતની કલમ વડે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પોરબંદર ની સ્પે પોક્સો કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૩૫ દસ્તાવેજી પુરાવાઓ તથા ૨૨ સાહેદો તપાસવામાં આવ્યા હતા. અને સરકાર તરફે ધારદાર દલીલો કરતા બીજા એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.કે.ભટ દ્વારા રમેશ ને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.