પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરતા ૧૦ ધંધાર્થીઓ ને ૧૦ હજાર નો દંડ ફટકારાયો છે જયારે ફૂડ વિભાગે પણ ૩ ધંધાર્થીઓ પાસે થી ૩ હજાર નો દંડ વસુલ્યો છે.
પોરબંદર ના મ્યુની કમિશનર એચ કે પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેકટ) ની સુચના થી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા જુદા વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેકટરો દ્વારા પ્લાસ્ટિકની એજન્સી ધરાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતાં ૧૨૦ માઈક્રોનથી ઓછી માઈક્રોન વાળી બેગ (જબલા) ગ્રાહકને વેચતા હોય, તેવા ૧૦ વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ રૂ. ૧૦૦૦૦ વસૂલ કરી પ્રતિબંધિત પર૫/- કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું છે બીજી તરફ ફૂડ વિભાગની ટીમ દ્વારા નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી, આઇસ્ક્રીમની દુકાન, મીઠાઇ, ફરસાણ વગેરે ધંધાર્થિઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ફુડ સેફ્ટી અંગેનું પાલન થતુ ન હોય તેવા ૩ ધંધાર્થિઓ પાસેથી રૂ. ૩૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા ની ટીમો દ્વારા આવી કામગીરી ચાલુ રાખવામાં આવે અને કડક ચેકિંગ હાથ ધરી નમુનારૂપ કામગીરી કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.



