રાણાવાવ માં ૧૩ વર્ષ પૂર્વે પાણી ઉડાડવા મામલે થયેલ હુમલા અંગે ના કેસ માં કોર્ટે આરોપી ને એક વર્ષ ની સજા અને રૂ ૫૦૦ નો દંડ ફટકાર્યો છે.
રાણાવાવ માં રહેતા પ્રવીણ દેવશીભાઈ જોડ ના ભાઈ સાથે ભૂપત ઓઘડભાઈ એરડા ને પાણી ઉડાડવા બાબતે બોલાચાલી થઇ હતી. જેનું મનદુઃખ રાખી ગત તા ૨૯-3-૨૦૧૦ ના રોજ ભૂપત ઓઘડભાઈ એરડા,ભરત હમીરભાઈ એરડા, નાગા છગનભાઈ ઓડેદરા એ પ્રવીણ ના ઘર પાસે જઈ ગાળો કાઢી હતી. તથા ભુપતે છરી વડે પ્રવીણ પર હુમલો કરી ઈજાઓ કરી હતી. જયારે ભરત અને નાગા એ તેમાં મદદગારી કરી હોવા અંગે રાણાવાવ પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા,નજરે જોનાર સાહેદોના પુરાવાના તથા એ.પી.પી. જયેશ એલ.ઓડેદરા ની દલીલનાં આધારે ભુપત એરડાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૫૦૦ નો દંડ કરવાનો હુકમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ દ્વારા કરવામાં આવ્યો છે.