પોરબંદર માં ક્રેડીટ કો ઓપ સોસાયટી માંથી લીધેલ ધિરાણ ની રકમ પરત કરવા અપાયેલ ચેક રીટર્ન મામલે કોર્ટે એક વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
પોરબંદર સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડીટ કો ઓપ સોસાયટી ના એક્ઝેક્યુટીવ ઓફિસર વલ્લભભાઈ પટેલીયા દ્વારા બુધ્ધગર ગંગાધર મેઘનાથી સામે કોર્ટ માં ફરિયાદ દાખલ કરી જણાવ્યું હતું કે બુધ્ધગર દ્રારા લીધેલુ ધીરાણ ની રકમ ચુકવવા માટે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નો તા.૧૦/૭/૨૦૧૮ નો રૂ .૨,૧૦,૦૦૦ નો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે ચેક પાછો ફરતા તેમના દ્વારા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે નોટીસ અપાઈ હોવા છતાં પૈસા ચુકવવા દરકાર ન કરી ન હતી.
જે અંગે તેઓએ કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રમેન્ટ એકટ નીચે ફરીયાદ દાખલ કરી હતી. તે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા સેકન્ડ એડીશનલ જયુ. મેજી. ફ.ક પંડયા દ્રારા રેકર્ડ ઉપરનો પુરાવો ઘ્યાને રાખી આરોપી બુઘ્ધગરને એક વર્ષની કેદની સજા તેમજ ચેક મુજબની રકમ ૨,૧૦,૦૦૦ ફરીયાદીને એક માસમાં ચુકવી આપવાનો હુકમ કર્યો હતો અને જો તે ન ચુકવે તો બીજા વધુ છ માસની સજા કરવાનો હુકમ કર્યો છે.
આ કામમાં ફરીયાદી સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા,નવધણ જાડેજા, કિશન ગોહેલ રોકાયેલા હતાં.