પોરબંદર જીલ્લા માં છેલ્લા એક માસ માં વાહન અકસ્માત ના દસ બનાવ માં ૧ નું મોત થયું છે. જયારે ૧૧ વ્યક્તિઓ ને સામાન્ય તથા ગંભીર ઈજાઓ થઇ છે. તો પોલીસે હેલ્મેટ વગર વાહન ચલાવતા ૧૦૧ લોકો ને દંડ કર્યો છે.
પોરબંદર જીલ્લા માં વાહન અકસ્માતો નું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા એક માસ માં જ વાહન અકસ્માત ના દસ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું છે. જયારે ૧૧ લોકો ને ગંભીર તથા સામાન્ય ઈજાઓ થઇ છે. જીલ્લા માં નશો કરી વાહન ચલાવવાના અને ચાલુ વાહને ફોન નો ઉપયોગ કરવાના બનાવ પણ વધી રહ્યા છે. જેના લીધે પણ અકસ્માતો સર્જાતા હોય છે.
ત્યારે ટ્રાફિક વિભાગે પણ અકસ્માતો ની સંખ્યા ઘટાડવા કમર કસી હોય તેમ છેલ્લા એક માસ માં હેલ્મેટ ન પહેરી હોય તેવા 101 લોકો ને ઝડપી લઇ તેની પાસે થી રૂ 50500 નો દંડ વસુલ કર્યો છે. તો કાર માં સીટ બેલ્ટ પહેર્યા વગર બેઠા હોય તેવા 298 કેસ કરી ચાલકો પાસે થી 148000 રૂ દંડ વસુલ્યો છે. જયારે ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરતા હોય તેવા 169 લોકોને ઝડપી લઇ તેની પાસે થી 84500 રૂ દંડ વસુલ્યો છે. તો નિયમભંગ બદલ ૮૬ વાહન ડિટેઇન કરી રૂ 618040 નો દંડ વસુલ્યો છે. તો નશો કરી વાહન ચલાવતા ૨૭ લોકો ને ઝડપી લીધા છે. જયારે ૬૨ વાહનો માં કાળા કાચ હોવાથી આવા વાહન ચાલકો પાસે થી રૂ ૩૧૦૦૦ નો દંડ વસુલ્યો છે.