પોરબંદર
રાજ્યના ૭૫ શહેરો માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક અમૃતયાત્રા અંતર્ગત પોરબંદર ની બે સંસ્થાઓ ની કળા પ્રદર્શિત થશે
ગુજરાત ના ૭૫ નગરો – શહેરો માં આઝાદીના અમૃત મહોત્સવ 2022 અંતર્ગત “સાંસ્કૃતિક અમૃત યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ના જાણીતા કલાકારો દેશભક્તિ નૃત્યનાટીકા પ્રસ્તુતિ સાથે જાણીતા કલાકારો દ્વારા ગુજરાતી ગીતો પણ રજુ થઈ રહ્યા છે તાજેતર માં શહીદ દિવસ નિમિત્તે સોમનાથ તથા જૂનાગઢ ખાતે આ દેશભક્તિ નૃત્યનાટીકાની પ્રસ્તુતિ થઈ હતી જેમાં પોરબંદર જીલ્લાની શ્રી સમસ્ત પોરબંદર ખારવા સમાજ યુવા યુવતીઓ દ્વારા ચાલતી “સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ” હરેશ મઢવી અને પૂનમ પોસ્તરીયા ગ્રુપ તેમજ છાંયા મહેર રાસ મંડળની પસંદગી થઇ છે.
જે સોમનાથ , જૂનાગઢ, ભાવનગર,દેવભૂમિ દ્વારકા શિવરાજપુર, વાપી, અંબાજી જેવા શહેરોમાં પોતાની પ્રતિભાઓ રજૂ કરશે આ ઉપરાંત ૧૨૫ જેટલા કલાકારો સાથે આઝાદી સાથે જોડાયેલા કેટલાક મહત્વના પ્રસંગો અને ગીતોને વણી નાટ્ય નૃત્ય નો એક અદ્ભુત મલ્ટી મીડિયા શો તૈયાર કરવામાં આવ્યો છે જેની પણ પ્રસ્તુતી પણ 75 નગરો માં થઈ છે.જેમાં ગુજરાત ના ખ્યાતનામ કલાકારો પાર્થિવ ગોહિલ, સંતવાણી ત્રિવેદી,સંગીતાબેન લાબડીયા બ્રિજરાજ લાબડીયા સાથે ગુજરાતના ખ્યાતનામ નિર્દેશક દિગ્દર્શક કોર્યોગ્રાફરોની સાથે અભિલાશ ઘોડા,અંકુર પઠાણ, નિસર્ગ ત્રિવેદી,શિલ્પાબેન ઠાકોર સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો આ 75 નગર- શહેરોમાં પોતાની સુમધુર કંઠથી ગુજરાતના લોકોને ડોલાવશે.