પોરબંદર
પોરબંદર ફેમીલી કોર્ટે લોહાણા જ્ઞાતિ ની ઘરમેળે છુટાછેડા લીધેલ સ્ત્રી ની ભરણપોષણ ની અરજી રદ કરી છે.
પોરબંદરમા રહેતા ડીમ્પલબેન પ્રવીણભાઈ ઠકરાર ના પ્રથમ લગ્ન રાજકોટ રહેતા લોહાણા જ્ઞાતીના જ સંજયભાઈ સાથે થયા હતા.જે લગ્ન ફકત બે દીવસ જ રહ્યા હતા.ત્યાર બાદ ડીમ્પલબેન પોરબંદર માવતરે આવી ગયા હતા.અને તેના છ માસ બાદ વડીલોની હાજરીમા તેઓના છુટાછેડાનુ લખાણ થયું હતુ.જે બંને પક્ષોએ માન્ય રાખ્યું હતું.
ત્યારબાદ ડીમ્પલબેનના લગ્ન લાલપુર રહેતા અમીત વાસુદેવ સોમૈયા સાથે થયા હતા.જે લગ્નના પ્રથમ દીવસે જ ડીમ્પલબેને ફીનાઈલ પીધું હતું.અને ત્યારથી તેઓ પોરબંદર મુકામે રહેતા હતા અને તેની સારવાર ચાલુ હતી.ત્યાર બાદ ડીમ્પલબેન દ્વારા ફેમીલી કોર્ટ માં અમીત વાસુદેવ સોમૈયા સામે ભરણપોષણ અરજી કરી હતી.જેથી અમીતના વકીલ ધર્મેશ એમ. રૂપારેલીયા દ્રારા ડીમ્પલબેન ના અગાઉના લગ્ન સબંધેની માહીતી મંગાવતા એવું જાહેર થયું હતું કે ડીમ્પલબેન અને સંજયભાઈના છુટાછેડા ફકત ઘરમેળે અને વડીલોની વચ્ચે જ થયા હતા.
જેથી ધર્મેશભાઈ એ એવી ભારપુર્વક ની દલીલ કરી હતી કે હીન્દુ મેરેજ એકટ ની જોગવાઈઓ મુજબ સવર્ણ જ્ઞાતીમા છુટાછેડા લેવાનો કોઈ રીવાજ નથી.અને તેવા સંજોગોમા અગાઉના લગ્ન સમયના જીવનસાથીની હૈયાતીમા કરેલ બીજા લગ્ન પ્રથમ થી જ રદબાતલ છે.તદઉપરાંત ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા સવીતાબેન સોમાબેન ભાટીયાના કેસમા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હાલના જેવા જ કેસમા અગાઉના જીવનસાથીની હૈયાતીમા ફક્ત ઘરમેળે એગ્રીમેન્ટ કરી છુટાછેડા લીધેલ હોય તો તેવા છુટાછેડા અમાન્ય ઠરે અને તેવા સંજોગોમા બીજા લગ્ન કરનાર ક્રીમીનલ પ્રોસીજર કોડ ની કલમ ૧૨૫ મુજબ કોઈ પણ ભરણપોષણ મળી શકે નહી.
અને તે રીતે આખા સવર્ણ સમાજ ને કાયદાકીય રીતે છુટાછેડા મેળવવા જરૂરી હોય જે સબંધે હીન્દુ મેરેજ એકટ ની જોવાઈઓ તથા ફોજદારી કાર્યરીતી સંહીતા ને એક બીજા સાથે જોડી વકીલ ધર્મેશ એમ.રૂપારેલીયા,વીપુલ એન. ભેસારા,ઉર્વશી કે. હીગળાજીયા તથા હુસેન એ.શેખ દ્રારા ધારદાર અને અસરકારક રજુઆતો સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ સાથે કરતા.પોરબંદર ના ફેમીલી જજ કે.આર.ઉપાધ્યાય એ ઉકત દલીલો ને ધ્યાને રાખી ડીમ્પલબેન ની ભરણ-પોષણ મળવાની અરજી રદ કરેલ છે.
ઉપરની હકીકતે દરેક સવર્ણ સમાજ ના વ્યકતીઓએ પોતાના સમાજમા ઘરમેળે છુટાછેડા મેળવવાનો કોઈ રીવાજ ન હોય જેથી,કાયદાકીય પ્રક્રીયાઓ પુર્ણ કરી કોર્ટનુ હુકમનામુ મેળવીને જ છુટાછેડા લેવા જોઈએ તેમ સ્પષ્ટ થાય છે.