શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા ગોકાણી વાડી ખાતે જ્ઞાતી ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ યોજવામાં આવેલ. જેમાં સખત પરિશ્રમ, ખંત, ઉત્સાહ, ઉચ્ચ ધ્યેયના પરિણામ સ્વરૂપ લોહાણા સમાજ નું ગૌરવ વધારેલ વિદ્યાર્થીઓને 1 થી 12 ધોરણ સુધી અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમ માં શ્રેષ્ઠ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થી દીકરા દીકરીઓને શીલ્ડ પ્રમાણપત્ર તેમજ ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા લોહાણા મહાજન ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયા એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને ખાસ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વિશેષ ઉપસ્થિતી આર્યકન્યા ગુરૂકુળ ના આચાર્ય ડો. રંજનાબેન મજીઠીયા,વી.જે. મોઢા કોલેજ ના પ્રિન્સીપાલ પરેશભાઈ સવજાણી એ વિદ્યાર્થીઓ ને પ્રેરક પ્રવચન આપી આગળ અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું.
કોમ્યુનિકેશન કોચ તેમજ પબ્લીક સ્પીકર ચાર્મિંબેન હાર્દિકભાઈ રાજા એ તમામ વિદ્યાર્થીઓ ને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે ગોલ સેટ કરવાનુ કહેલ અને ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પુરૂ પાડેલ. જ્ઞાતિ માં ઉચ્ચ અભ્યાસ કરી સફળ થયેલ વિદ્યાર્થીઓ ભૂમિકાબેન શાંતિલાલ તન્ના એમ. એસ.યુનિવર્સિટી વડોદરા દ્વારા લેવાયેલી GSET ની Eligibility એક્ઝામ સફળતા પૂર્વક ઉત્તીર્ણ કરી,અવનીબેન રોનકભાઈ મદલાણી દ્વારા મેનેજમેન્ટ સબ્જેક્ટ ઉત્તીર્ણ કરવામાં આવ્યો,કીર્તન દિલીપભાઈ દતા દ્વારા કોમર્સ સબ્જેક્ટ ઉત્તીર્ણ કરવામાં આવ્યો, અંકિત નરેશભાઈ સામાણી દ્વારા કોમ્પ્યુટર એન્જીનીયરીગ કંપલીટ કરવામાં આવ્યું આ બધા ને શીલ્ડ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં જ્ઞાતિ અગ્રણી દિલીપભાઈ ગાજરા,કપિલભાઈ કોટેચા,વીપીનભાઈ કકડ,લક્ષ્મીદાસભાઈ હિંડોચા,ગોવિંદા ઠકરાર,લોહાણા મહિલા મંડળ પ્રમુખ રશ્મિબેન રાડીયા,લોહાણા યુવા શક્તિ પ્રમુખ મિલન કારિયા,ગલ્સવીંગ ના પ્રમુખ જાનકીબેન હિંડોચા,મહાજન ટ્રસ્ટી ભાવિનભાઈ કારિયા તેમજ અનેક જ્ઞાતિ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રતિભા સન્માન સમારંભ ના મુખ્ય દાતા સ્વ.દમયંતિબેન જમનાદાસ નાનજીભાઈ રૂપારેલ પરીવાર (નાઇરોબી વાળા) તરફથી સહયોગ રહેલ.
સમગ્ર પ્રોજેક્ટમાં શ્રી લોહાણા મિત્ર મંડળ ના પ્રમુખ પરિમલ ઠકરાર ના નેતૃત્વમાં મંત્રી કેતન કોટેચા પ્રોજેક્ટ ચેરમેન કેતન હિંડોચા ભાવેન રાયચુરા તેમજ નિતેષ માંવાણી કિશોર લાલચેતા જયેશ રાડીયા પ્રીતેશ મોનાણી ભાવેશ કોટેચા વગેરે મેમ્બર્સ એ જહેમત ઉઠાવી હતી. સમગ્ર પ્રોજેકટ ની સફળતા બદલ મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા તેમજ માનદ મંત્રી રાજેશભાઈ લાખાણી એ સમગ્ર ટિમ ને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રમુખ જીતેશ રાયઠઠા એ કરેલું હતું.