પોરબંદર માં શિક્ષિકા તરીકે સાતેક વર્ષ થી નિવૃત થયેલા દુર્ગાબેન લાદીવાલા સાડા ત્રણ દાયકા થી વિવિધ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે લોહાણા મહાપરિષદ સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને સહુનું ભલું થાય તે જોવું, સૌને થાય તેટલી મદદ કરવી એવો અભિગમ હરહંમેશ ધરાવતા રઘુવંશી શ્રેષ્ઠી મહિલા દુર્ગાબેન રાજાભાઈ લાદીવાલાની રગેરગમાં લોકસેવા વહે છે. લોહાણા સમાજના વિકટ પ્રશ્ન જેવા કે વેવિશાળ સહિત અનેક પ્રશ્નોનું સુખદ સમાધાન વગેરે જેને લોહાણા મહાજન તેમજ તેમની ટીમ સાથે રહી નિઃસ્વાર્થપણે સૂલઝાવવા હરહંમેશ ઉત્સુક હોવા ઉપરાંત તેઓ સમગ્ર સમાજ લક્ષ્યમાં રાખી આંગળીના વેઢે ગણી શકાય નહીં તેટલી અનેકવિધ સેવાકીય સંસ્થાઓમાં પણ તેમની સેવા પ્રદાન કરી રહ્યા છે. વર્ષોથી અખિલ ગુજરાત લોહાણા સમાજની મહિલા કમીટીના ચેરમેન તેમજ રઘુવંશી મહિલા મંડળના સ્થાપક, લોહાણા મહિલા મંડળ તથા મેરેજ બ્યુરોના પ્રેરણાદાતા, ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબના સ્થાપક સહિત વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદાર તેમજ લોહાણા લગ્નોત્સુકો માટે પરિચયમેળાનું આયોજન અનેક વખત કર્યુ છે.લોહાણા મહાપરિષદની વાત્સલ્ય સમિતિ પોરબંદર યુનીટ અંતર્ગત શરૂ થયેલ સીનીયર સીટીઝન્સ વિઝીટ તથા સપોર્ટ પ્રોજેકટ પણ છેલ્લા ૧૧ વર્ષ થી ચલાવવામાં આવે છે જેમાં તેઓ દર મહીને લોહાણા જ્ઞાતિના શારીરિક-માનસિક રીતે અશકત,અપંગ તથા એકલવાયા રહેતા જરૂરીયાતમંદ ૭૦થી ૯૦ વર્ષના વડીલો-બહેનો કે જેઓ પોતે એકલા જ હોય અથવા પતિ-પત્ની સાથે હોય તેઓને દર માસે તેમના ઘરે જઇ રૂબરૂ મળી તેમની સુખ-દુઃખની વાતોમાં સહભાગી થઇ તેમને માટે જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ, રોકડ સહાય તેમજ જરૂર પડયે મેડિકલ સહાય, હોસ્પિટલાઇઝેશન વગેરે પણ આપવામાં આવે છે.આવા ૫૦ થી વધુ પરિવારો ની રૂબરૂ મુલાકાત લઇ તેમના દ્વારા દર મહીને નિયમિત રીતે મદદ કરવામાં આવે છે
મહિલાઓ ને આત્મનિર્ભર કરવામાં પણ મહત્વ નું યોગદાન
શહેરના મહિલાઓ વિવિધ ગૃહઉદ્યોગો દ્વારા કમાણી કરીને આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી તેમણે સુદામાપુરી આત્મનિર્ભર ગૃહઉદ્યોગ સંસ્થાપન નામની સંસ્થા પણ કાર્યરત કરી છે જેના દ્વારા મહિલાઓને વિવિધ ગૃહઉદ્યોગ વિષે સવિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવે છે અને ગૃહઉદ્યોગની સ્થાપનાથી માંડીને કાચો માલ, ઉત્પાદન, ગુણવતા, માર્કેટીંગ તથા તૈયાર માલના વેચાણ સુધીની તમામ માહિતી આપવામાં આવે છે અને તેને લગતા સેમીનાર પણ અવારનવાર તેમના દ્વારા યોજવામાં આવે છે
અઢળક સંસ્થાઓ સાથે જોડાયેલા
દુર્ગાબેને છેલ્લા સાડા ત્રણ દાયકાથી સમાજસેવા નો ભેખ ધારણ કર્યો છે. તેઓ અખિલ હિન્દ મહિલા પરિષદ, રેડક્રોસ સોસાયટી, રઘુવંશી સોશ્યલ ગૃપ, યુથ હોસ્ટેલ, નારી સુરક્ષા મંડળ, સર્વોદય મહિલા મંડળ, સ્ત્રી નિકેતન વગેરેમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવા આપવાની સાથોસાથ પોતે અપરણિત હોવા છતાં છુટાછેડા સુધી પહોંચેલા અનેક કેસ નું સમાધાન તેઓએ સમાધાન કેન્દ્રની સ્થાપના કરી તેના માધ્યમ થી કર્યું છે . હાલમાં તેઓ શહેરની અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાઇને સેવાકાર્યોને વેગવંતા બનાવી રહ્યા છે જેમાં શ્રી રસિકભાઈ રોટલાવાળા માતૃછાયા સ્કૂલ, શ્રી જલારામ રઘુવંશી વાત્સલ્ય ધામ ના ટ્રસ્ટી, વાત્સલ્ય સ્થાયી સમિતિ – લોહાણા મહા પરિષદના પૂર્વ અધ્યક્ષા , અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના લેડીઝ વીન્ગ પોરબંદર ઝોન ના પ્રમુખ,સુદામા પુરી આત્મનિર્ભર મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થાન નાં પ્રેરણા દાતા. તથા ઈન્ડીયન લાયોનેસ ક્લબ તથા એબીવીપી ના પુર્વાધ્યાક્ષા તરીકે પણ સેવા આપી ચુક્યા છે ઉપરાંત તેઓ હાલ સખી ક્લબ ઓફ પોરબંદર, કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન,બાલુબા એલ્યુમની એસોસિએશન વગેરે સંસ્થા સાથે પણ સંકળાયેલા છે


