પોરબંદર
રાણાવાવ મુકામે પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજીત રાણાવાવ ના રહીશ રાહુલકુમાર ગોપાલભાઇ પોરિયા કે જેઓ મિકેનિકલ એન્જિનિયરિંગ માં માસ્ટર ડીગ્રી અને (MBA) માં ગુજરાત માં ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન મેળવતા જે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ગોપાલભાઇ કોઠારી,અશ્વિનભાઈ દવે, દિનેશભાઈ કોઠારી,પુષ્પાબેન પોરિયા,ધર્મેન્દ્રભાઈ જોષી,નાથાભાઈ બળેજા,પ્રેમજીભાઈ બળેજા, કાનજીભાઈ જોશી,કિરીટભાઇ બાપોદરા,વેણુભાઈ પોરિયા,તથા અન્ય બ્રહ્મ બંધુઓ અને રાહુલના પ્રાથમિક શાળાના અને હાઈસ્કુલ ના ગુરૂજનો,મિત્રમંડળ ઉપસ્થિત રહેલ,પોરબંદર જિલ્લા માં બ્રહ્મસમાજ નું ગૌરવ વધારનાર રાહુલકુમાર ગોપાલભાઇ પોરિયા નું સન્માન કરવામાં આવ્યું.ગોપાલભાઇ પોરિયા દ્વારા સહું ને બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું.