પોરબંદર
રાણાવાવ ના દોલતગઢ ગામે એરિયા વિસ્તાર માં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રસુતા નો જીવ બચાવાયો હતો.
આધુનિક જીવનશેલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોઇ છે.જેમાંની એક સેવા 108 એમ્બ્યુલન્સ ને માનવામાં આવે છે.ગત મોડી રાત્રે ૧૨:૩૦ વાગ્યે રાણાવાવ ના દોલતગઢ ગામે એક પ્રસૂતા ને પ્રસુતિની પીડા ઉપડતા 108 ને ફોન કરતા 108 ની ટિમ તુરંત દોલતગઢ એરિયા વિસ્તાર માં પહોચી હતી.
એરિયાની ખાણ માં મજૂરી કામ કરતા ભારતીબેન સંજયભાઈ સોલંકી નામના મહિલા પ્રસુતા હોઇ,તેને 9 માસ પુર્ણ થતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી.સમય સૂચકતા મુજબ મહિલા ને હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી 108 નાં ઈએમટી હિરેન મારૂ અને પાયલોટ જેઠાભાઈ એ આ મહિલાની તેના ઘરમાં જ નોર્મલ ડીલેવરી કરાવી હતી.અને પુત્રી નો જન્મ કરાવ્યો હતો.અને માતા અને પુત્રી નો જીવ બચાવ્યો હતો.
ત્યાર બાદ તેઓને રસ્તામાં સારવાર આપી રાણાવાવ સરકારી હોસ્પિટલ માં ખસેડાયા હતા.ફરી એક વખત 108 ની સેવા એ સ્થળ પર પહોચી સમય સૂચકતા વાપરી પ્રસુતા નો જીવ બચાવ્યો હતો.મજૂર પરિવારને ઘેર પુત્રીનો જન્મ થતા ઈએમટી હિરેન મારૂ અને 108 ની ટિમ ની સરાહના કરી હતી.આ તકે જીલ્લા અધિકારી જયેશ જેઠવા તથા ઉચ્ચ અધિકારી જયેશ કારેણા તથા મજૂર પરિવાર વગેરે એ એ ઇએમટી હિરેન મારૂ તથા પાઈલોટ જેઠાભાઈ ને અભિનંદન પાઠવ્યા હતા.