પોરબંદર
પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માએ રાણાવાવની વાડોત્રા ગામે દફતર તપાસણી દરમિયાન રસ્તા પર ઝૂપડપટ્ટીમાં રહેતા પરિવારોની મુલાકાત કરીને તેઓને સરકારી રાશન સહિતનો લાભ અપાવીને સરાહનીય કામગીરી કરી છે.
જિલ્લા કલેકટર રાણાવાવ મામતદાર તથા ટીમ સાથે વાડોત્રા ગામે દફતર તપાસણી અર્થે પહોચ્યા હતા.વાડોત્રા ગામેથી દફતર તપાસણી બાદ રાત્રે પરત ફરતી વખતે રાણા કંડોરણાથી વાડોત્રા જવાના રસ્તે વિચરતી જાતિના પરિવારો રોડ પર ઝૂપડામાં રહેતા દેખાતા કલેકટરએ ડ્રાઇવર પાસે ગાડી રોકાવીને આ સમુદાયની મુલાકાત કરી તેઓના પ્રશ્નો સાંભળી તેઓને મળવા પાત્ર સરકારની તમામ યોજનાનો લાભ આપવા તથા તુરંત તેઓને સસ્તા અનાજની દુકાનથી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવા મામલતદારને સુચના આપી હતી.
વ્યવસાય અને રોજીરોટી માટે સ્થળાંતરીત જીવન જીવતા આ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી રાશન મળે તે માટેની વ્યવસ્થા રાણાવાવ મામલતદારના સંકલનમા પુરવઠા ટીમ દ્રારા વિચરતી જાતિ પરિવારના આધાર પુરાવા મેળવીને તેઓને રાશન મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.