પોરબંદર
રાણાવાવ તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા જી.પી.એસ.સી.ની પરિક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ વિસ્તારના રહીશ નિતિનભાઈ ભૂપતભાઇ મકવાણા નું વિશેષ સન્માન પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,હળવદ નાં ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયાના હસ્તે શાલ ઓઢાડી ને પુષ્પહાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ક્ષણોને તાળીઓના ગડગડાટથી વધાવવાની ક્રિયાને શબ્દોથી થોભાવી દેતા કાર્યક્રમનાં સંચાલક બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે નિતિનભાઈ મકવાણા કે જેની તેજસ્વીતા મેળવવા અનેક તકલીફો વેઠીને સફળતા મેળવી છે તેથી વધુ
કઠીન અને તમે સાંભળીને પણ સહન નહીં કરી શકો તેવી સત્યતા તમને કહી રહ્યો છું કે નિતિનભાઈ ની બંને કીડની ફેઈલ છે.નવી જીંદગી માટે કીડની મેળવવી અઘરી છે,ત્યારે તેમની જન્મદાત્રી માતા કંચનબેને પોતાની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને દિકરાને નવજીવન આપીને માતૃત્વની ઓળખ આપીને નારીશક્તિનું ગૌરવ વધાર્યું છે.
રાણાવાવ તાલુકા કોળી સમાજે આ પરિવારને એક આદર્શ પરિવાર તરીકે,માતા,પિતા અને સંતાન નિતિનભાઈ ભૂપતભાઇ મકવાણા નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું,આ સન્માન સાથે સ્મૃતિચિન્હ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા,જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયા ન.પા.પૂ.પ્રમુખ સામતભાઈ ઓડેદરા,જેઠાભાઈ શામળા,ગુજરાત પ્રદેશ વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાય એકતા મંચ ના કન્વીનર ડો.પ્રકાશભાઈ કોરડીયા,જીલ્લા મહિલા મંડળના પ્રમુખ શાન્તિબેન એરંડા દ્વારા અર્પણ કરવામાં આવેલ હતું.
આ સન્માન સમસ્ત કોળી સમાજ માટે પણ પ્રેરણાદાયી હોય લીલાભાઇ ડાકી,સાદુરભાઈ મકવાણા,જેશાભાઈ સોલંકી,
હકાભાઈ મકવાણા, ચંદુભાઈ જંજવાડીયા, પ્રભાબેન પાટડીયા મુકેશભાઈ તથા ધર્મેશભાઈ મકવાણા એ પણ સન્માનની ક્ષણોને વધાવી હતી.કાર્યક્રમનું સંચાલન જીલ્લા કોળી સમાજના મહામંત્રી બાબુભાઈ ચૌહાણે તથા શહેર મોરચાના પ્રમુખ રમેશભાઇ ડાભીએ કર્યું હતું.