પોરબંદર
રાણાવાવ ના ફોદાળા ડેમ નજીક આવેલ જમીન પર ૨૩ વર્ષ થી પેશકદમી કરી વાવેતર કરવા અંગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના જાહેર બાંધકામ વિભાગ ના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર વીરેન્દ્ર પ્રેમજીભાઇ ચૌહાણ (ઉવ ૩૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બિલેશ્વર ગામે રહેતા કારા જીવા મુછાર,કરશન કારા મુછાર,જગા કારા મુછાર,અનીશ કારા મુછાર તથા ભીમા કારા મુછાર નામના શખ્સો એ ફોદાળા ડેમ નેશ ની પાણી પુરવઠા રાણાવાવ પેટા વિભાગ હસ્તકની શ્રી સરકાર જમીન કે જેના જુના સર્વે નંબર ૫૭ અને નવા સર્વે નં-૧૨૯ ની જમીન ૫-૧૧-૮૫-હેક્ટર જમીન કે જેની અંદાજીત જંત્રી કીમત ૨૫,૫૯,૨૫૦ રૂ થાય છે.તે સરકારી જમીન ઉપર છેલ્લા ત્રેવીસ વર્ષથી અનઅધિકૃત રીતે ગેરકાયદેસર જમીન પચાવી પાડી કબજો કર્યો હતો.અને આ જમીન પર પોતાના આર્થિક ફાયદા માટે ખેત ઉત્પાદન કરતા હતા.પોલીસે પાંચેય શખ્શો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૨૩ વર્ષ પહેલા નોટીસ અપાઈ હતી
ફરીયાદી એ ફરિયાદ માં એવું પણ જણાવ્યું છે કે આ જમીન પરનો કબજો ખાલી કરવા અંગે ૫-૯-૧૯૯૮ ના રોજ નોટીસ અપાઈ હતી.તેની સામે કારા જીવા મુછારે રાણાવાવ ની પ્રિન્સીપાલ સિવિલ જજ ની કોર્ટ માં કેસ દાખલ કર્યો હતો.જે કેસ માં તા ૨૨-૪-૨૦૧૦ ના રોજ કારાભાઈ નો દાવો નામંજૂર થતા તેણે પોરબંદર ની એડિશનલ ડીસ્ટ્રીકટ કોર્ટ માં અપીલ કરી હતી.જે કેસ માં પોરબંદર ની કોર્ટે પણ તા ૧૪-૧૨-૨૧ ના રોજ તેનો દાવો નામંજૂર કર્યો હતો.ત્યાર બાદ અરજદાર આશાબેન અરભમભાઈ ગોઢાણીયા એ આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી તપાસ કરી ગુન્હો દાખલ કરવા રજૂઆત કરી હતી.કમિટી ની તપાસ બાદ લેન્ડ ગ્રેબિંગ થયું હોવાનું સામે આવતા કમિટી ની સુચના ના પગલે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.