Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

યુક્રેન માં તબીબી અભ્યાસ માટે ગયેલા પોરબંદર ના બે વિદ્યાર્થી યુક્રેન થી દિલ્હી પહોંચ્યા

પોરબંદર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ના કારણે યુક્રેન માં અભ્યાસ કરી રહેલા પોરબંદર ના ૧૦ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે.જેમાં થી બે વિદ્યાર્થીઓ ને વિમાન મારફત દિલ્હી લાવવામાં આવ્યા છે.ત્યારે બાકી ના 8 વિદ્યાર્થીઓ ને પણ વહેલીતકે વતન લાવવામાં આવે તેવી અપેક્ષા તેમના પરિવારજનો રાખી રહ્યા છે.

રશિયા દ્વારા યુક્રેન પર હુમલા કરવામાં આવી રહયા છે.ત્યારે યુક્રેન માં ડોકટરી નો અભ્યાસ કરવા ગયેલા પોરબંદર જિલ્લાના 10 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.જેમાં ટર્નોપીલ શહેરમાં અભ્યાસ કરી રહેલા આદિત્યાણાના પ્રયાગ લાડાણી અને પોરબંદરની પૂજાબેન કાનજીભાઈ ભુવા નામની વિદ્યાર્થીનીને ટર્નોપીલથી ચાર દિવસ પહેલા પોલેન્ડ બોર્ડર ખાતે બસ મારફત લાવવામાં આવ્યા હતા.જ્યાંથી બન્ને ને વિમાન મારફત દિલ્હી લાવવામાં આવ્યા છે.

કુલ 220 વિદ્યાર્થીઓને ફ્લાઇટ મારફત દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવતા તેઓનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રયાગ લાડાણી એ જણાવ્યું હતું કે તેણે પોલેન્ડ બોર્ડર ખાતે ત્રણ રાત્રી તીવ્ર ઠંડીમાં વિતાવી હતી.સોડા પી અને બીસ્કીટ ખાઈને રાત્રી પસાર કરી હતી.અંતે વતન આવવા મળતા રાહત નો શ્વાસ લીધો છે,પૂજા તથા પ્રયાગ દિલ્હી આવતા બન્ને ના પરિવારજનો માં પણ ખુશી જોવા મળે છે.

હજુ યુક્રેનમાં જિલ્લાના 8 વિદ્યાર્થીઓ કુતિયાણાના યશ સંજય સોંદરવા, સોઢાણાના હરભમ અરજન કારાવદરા,વિજય માલદે કારાવદરા,અડવાણાના જયરાજ અરભમ કારાવદરા,રાજીવનગરમાં રહેતા જયકિશન પરેશ ચંદારાણા,એરપોર્ટ સામે ગાયત્રી હાઇટસમાં રહેતી એકતા વિજય કુછડીયા,ભરત મુરુ ગોરાણીયા અને રાણાવાવ નવા બસ સ્ટેશન પાસે રહેતા હાર્તિક જોશી પણ વતન આવે તેની રાહ તેમના પરિવારજનો જોઈ રહ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે