પોરબંદર
મૂળ પોરબંદર ના અને હાલ વરસો થી બેંગ્લોર સ્થિત મહિલા મીસીસ ઇન્ડિયા સ્પર્ધા માં વિજેતા બન્યા હતા
મહિલાઓ માટે ના જાણીતા મેગેઝીન સાવી દ્વારા દર વરસે મીસીસ ઇન્ડિયા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવે છે જેમાં ગત વરસે આયોજીત આ સ્પર્ધાનું ઓડીશન દેશ ના વિવિધ શહેરો માં યોજાતા ભારતમાંથી હજારો મહિલાઓએ ભાગ લીધો હતો. જેમા સ્પર્ધકો ના સૌન્દર્ય ઉપરાંત બુદ્ધિશકિત, જનરલ નોલેજ સહિત વિવિધ બાબતોને ધ્યાનમં લેવાઇ હતી.જેમાં સ્ટેપ બાય સ્ટેપ સિલેકશન પ્રોસેસ દ્વારા ગોલ્ડ અને સિલ્વર કેટેગરી માં ૩૪ મહિલાઓ ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઇ હતી.જેમાં વર્કિંગ લેડીઝ,હાઉસ વાઈફ અને બિઝનેશ વુમન નો પણ સમાવેશ થાય છે.આ સ્પર્ધાના ફાઇનલનુ આયોજન મુંબઈ ના સાન્તાક્રુઝ માં આવેલ તાજ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ ના જાણીતા સંગીતકાર અન્નુ મલિક,જાણીતી ગાયિકા શિવાની કશ્યપ ઉપરાંત ઝરીના વહાબ,ભૂમિકા ચાવલા,પાયલ ઘોષ,પ્રહલાદ કક્કડ અને મિકી મહેતા સહીત ના બોલીવુડ ના જાણીતા કલાકારો જજ તરીકે સેવા આપી હતી આ સ્પર્ધા માં સ્પર્ધકોની સ્ટાઈલ, ટેલેન્ટ, ઈમ્પ્રેશન, ઈન્ટેલિજેન્સ અને પ્રેજન્સ ઓફ માઈન્ડના આધારે મીસીસ ઇન્ડિયા ખિતાબ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી મૂળ પોરબંદર ના અને હાલ પણ જેમનું મોસાળ પોરબંદર માં છે પરંતુ પોતે વરસો થી બેંગ્લોર સ્થાયી થયેલા એવા કવિતા થાનકી ને આ ખિતાબ આપવામાં આવ્યો હતો .મીસીસ ઇન્ડિયા ઉપરાંત તેમને મીસીસ પોપ્યુલર નું ટાઈટલ પણ અપાયું હતું.કવિતા થાનકી અગાઉ આઈબીએમ માં સીનીયર પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ માં એલએલ બી કરવા ઉપરાંત પોતાનો ટ્રાવેલ્સ કન્સલ્ટીંગ નો બીઝનેસ પણ ચલાવે છે પરિવાર માં તેમના પતી સલીલ મોહન્તી ઉપરાંત તેમને સંતાન માં એક દસ વરસ નો બાબો પણ છે .અને અગાઉ તેમણે ક્યારેય આ પ્રકાર ની કોઈ પ્રતિયોગીતા માં ભાગ પણ લીધો ન હતો અને પ્રથમ વખત જ મીસીસ ઇન્ડિયા કોમ્પિટિશન માં ભાગ લઇ ને ગોલ્ડ ટાઈટલ વિનર બન્યા છે. હાલ માં સાવી મેગેઝીન ના ૩૧ ડીસેમ્બર ના સ્પેશ્યલ ઇસ્યુ ના કવર પેજ પર પણ તમામ વિજેતાઓ ની તસ્વીરો પ્રકાશિત કરાઈ છે.