પોરબંદર
પશુઓની સેવા-સારવારમાં જીંદગી અર્પણ કરનાર પોરબંદરના પશુતબીબના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.
પશુઓની સેવા-સારવારમાં જીંદગી અર્પણ કરનાર પોરબંદરના નિવૃત પ્રતિષ્ઠિત પશુ ચિકિત્સક ૯૨ વર્ષના ડો. ડાયાભાઈ જોષીના જન્મદિવસની શાનદાર ઉજવણી ભીમેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પટાંગણમાં કરવામાં આવી. ૨૨/૧૧/૧૯૨૮ ના રોજ અમરેલી જીલ્લાના બરવાળા બાવીસીમાં તેમનો જન્મ થયો હતો અને આજે ૯૨ વર્ષની જૈફ વયે પણ તેમના બધા જ દાંત મજબુત અને સાબૂત છે તેમજ આંખ, કાન અને સંપૂર્ણ શરીર તંદુરસ્ત છે. તેઓ આજે પણ સવાર-સાંજ નિયમિત ફરવા જાય છે અને બીજા માટે પ્રેરણારૂપ બને છે.
સિનિયર સિટીજનોને આ પશુતબીબના વાણી, વર્તન અને જીવન પરથી ઘણું બધું શીખવા મળે છે અને તેથી જ તો તેઓ સવાર્ધિક લોકપ્રિય છે. ગાયકવાડ સ્ટેટના પશુ ચિકિત્સકનો ડિપ્લોમા ધરાવતા આ ડોક્ટરે સરકારી નોકરીમાં જીંદગીભર ગાયોની સેવા કરી છે અને નિવૃત્તિ પછી પણ આ સેવા ચાલુ રાખી છે. પોરબંદર પંથકના ગામડાઓમાં આ ડોક્ટર લોકપ્રિય છે અને ગાયોની સારવારનો એક પૈસો પણ તેઓ કદી લેતા નથી. ગાયોના શિંગડામાં થતા કેન્સરની ઓપરેશન દ્વારા સારવાર કરવાનું શિક્ષણ તેમણે સ્વખર્ચે મુંબઈમાં લીધેલું. મૂળમાંથી શિંગડું કાઢી સારવાર કરવાથી ૧૦ દિવસમાં ગાય સાજી થઈ શકે છે. તાલુકા વિકાસ અધિકારીની નોકરી જતી કરીને તેઓએ પશુ ચિકિત્સક તરીકેની નોકરી ચાલુ રાખી. જૂનાગઢ જીલ્લા પશુસંવર્ધન અધિકારી તરીકે તેઓ નિવૃત થયા.
ધર્મ અને ઈશ્વરનો ડર રાખીને તેઓ હંમેશા સેવા કરવાનું કહે છે. આ નિષ્કામ સેવાનું ફળ ગીતાના સિદ્ધાંત મુજબ તેમને મળ્યું છે. ત્રણ દીકરી અને બે દીકરાનો પરિવાર ધરાવતા ડોક્ટરના બધા જ સંતાનો ખૂબ જ સુખી છે. સમગ્ર ગુજરાત જેમના માટે ગૌરવ લઈ શકે તેવા ગોલ્ડમેડાલીસ્ટ ડો. વિવેકભાઈ જોષી ડાયાભાઈના પુત્ર છે.
તેમના જન્મદિવસે અભિનંદનની વર્ષા કરતા નિવૃત પ્રિન્સીપાલ પી.એમ. જોષી અને ઘનશ્યામભાઈ મહેતા, નિવૃત પત્રકાર નાથાભાઈ ઓડેદરા અને નિઃસ્વાર્થ ભાવથી તમામ સિનીયર સિટીઝનની સેવા કરતા ડો. જનકભાઈ પંડિતે આ ડોક્ટરના જીવનમાંથી પ્રેરણા લેવાનું સૌને સૂચન કર્યું. તેમનું જીવન જ તેમનો સૌથી મોટો પ્રેરણા સંદેશ. ધર્મ સાથે પવિત્ર અને અણમોલ જીવનને સાંકળવાની પ્રેરણા પણ તેઓ આપે છે. તેમણે ૧૨ વખત તો ચાર ધામ યાત્રા કરી છે. કેદારનાથ અને બદરીનાથમાં મહિનાઓ સુધી રહ્યા છે. બાર જ્યોતિલિ¯ગની યાત્રા પણ તેઓ કરી ચૂક્યા છે, અમરનાથ યાત્રા પણ કરી છે.
દ્વિભાષી મુંબઈ રાજ્ય અને ગુજરાત રાજ્યનો પ્રથમ પશુ સજીર્કલ કેમ્પ પોરબંદરમાં ગોઠવનાર આ ડોક્ટર ગુજરાત સરકારને ખૂટીયાઓના સજીર્કલ કેમ્પનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવાનું તેમના જન્મદિને સૂચન કર્યું હતું. વજુભાઈ દાવડા, રામભાઈ વિસાણા, પોરબંદરના સેવાભાવી તબીબ ડો. સુરેશ ગાંધીએ તેમને ખાસ શુભેચ્છા પાઠવી હતી અને બહોળી સંખ્યામાં સિનીયર સિટીઝનોએ ઉપિસ્થત રહી ગરિમાપૂર્વક જન્મદિવસની ઉજવણી કરી પુષ્પગુચ્છ, શાલ અને હારતોરાથી તેમનું અભિવાદન કરી સૌને સેવાભાવી-પરોપકારી જીવન જીવવાની પ્રેરણા આપી. ત્યારે તેમણે સૌનો આભાર વ્યક્ત કરી પોતાની જેમ નિરોગી રહેવા માટે સાદા ખોરાક અને સાદી જીંદગી જીવવાની સલાહ આપી હતી. આજે પણ આ તબીબ બાજરાના રોટલા, ખીચડી, દૂધ-દહીનો સાદો ખોરાક લે છે અને ચટાકેદાર ખોરાકથી દૂર રહે છે. આ તકે જાણીતા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. સી.જી. જોષી, ભાગવતાચાર્ય છોટુભાઈ ટેવાણી, મણીભાઈ થાનકી, કેશુભાઈ મોઢા, લક્ષ્મણભાઈ સીડા, ભરતભાઈ થાનકી, મોહનભાઈ ઓડેદરા, મોહનભાઈ વેગડ, ભાનુભાઈ છેલાવડા, અભય પંડિત, કૃતાર્થ ગાંધી, વિપુલ રાઠોડ, દિલીપ ઓડેદરા,મેરામણભાઈ મોઢવાડીયાએ જહેમત ઉઠાવી સમારંભને સફળ બનાવ્યો હતો.
મૂંગા પશુઓ ની સારવાર માં જિંદગી અર્પણ કરનાર પોરબંદર ના પશુ તબીબ ના ૯૨ માં જન્મદિવસ ની વિશિષ્ટ ઉજવણી કરાઈ
Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print