પોરબંદર
પોરબંદર સહીત રાજ્યભર માં આજ થી નવા મોટર વ્હીકલ એક્ટ ની અમલવારી શરુ થઇ છે જેમાં વાહનચાલકો માટે હેલ્મેટ ન પહેરે તો આકરા દંડ ની જોગવાઈ છે ત્યારે ચાર વરસ પહેલા બાઈક અકસ્માત માં એક ના એક વ્હાલસોયા પુત્ર ને ગુમાવી ચુકેલા પોરબંદર નગરપાલિકાના નિવૃત અધિકારી એ કોઈના વહાલસોયાનું માર્ગ અકસ્માતમાં મોત ન થાય અને હેલ્મેટ પહેરવા માટે જાગૃતિ આવે એ માટે એક વરસ પહેલા સ્વખર્ચે હેલ્મેટ સર્કલ ની ભેટ શહેરીજનો ને આપી હતી તેમણે પણ શહેરીજનો ને હેલમેટ પહેરવા દર્દભરી અપીલ કરી છે
પોરબંદર નગરપાલિકામાં ૪૦ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ સેક્રેટરી તરીકે નિવૃત થયેલા અતુલભાઈ કારીયાના એકના એક પુત્રનું ચાર વરસ પૂર્વે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ગત ૩૦/૧૧/૧૫ ના રોજ તેમનો વીસ વર્ષીય પુત્ર પુત્ર પ્રણવ બાઈક લઈને જતો હતો એ દરમિયાન પોલીટેકનીક કોલેજ નજીક કાર સાથે બાઈક અથડાતા તેને સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં ૨/૧૨/૧૫ ના રોજ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી અતુલભાઈ કારીયાના પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો. યુવાન પુત્રના વાહન અકસ્માતે મૃત્યુના આ બનાવ બાદ અન્ય કોઇ યુવાનો પણ આવા ગંભીર અકસ્માતનો ભોગ બને નહી તે માટે હેલ્મેટ પહેરવી જરૂરી છે તે પ્રકારની લાગણી સાથે પોરબંદરના બસસ્ટેશન સામે હેલ્મેટ સર્કલ અંદાજે રૂા. 1 લાખના ખર્ચે અતુલભાઇ કારીયાએ તૈયાર કરાવ્યું હતું તેને હેલ્મેટ સુરક્ષા સર્કલ નામ અપાયું હતું .તેનું લોકાર્પણ ગત તા. ૩૧/૮/૨૦૧૮ ના રોજ કરાયું હતું. હાલ માં ફરી થી નવા મોટર વ્હીકલ એક્ટ ની અમલવારી બાદ હેલમેટ ચર્ચા નો વિષય બની છે.અને ખાસ કરી ને હેલમેટ ન પહેરવાથી આકરા દંડ ની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટ ના નવા નિયમો માં છે ત્યારે અતુલભાઈ કારીયા એ પોરબંદર ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હેલ્મેટ આપણી સલામતી માટે છે. મારા પુત્ર નું અવસાન અકસ્માત માં માથા માં ઈજા થવા થી થયું હતું . અને દરરોજ આવા નાની ઉમર ના યુવાનો ના અકસ્માતે મોત ના અનેક બનાવો સામે આવે છે. એટલે હું પણ અપીલ કરું છું કે દરેક વાલીઓ એ પોતાના નાના પુત્ર પુત્રીઓ ને હેલ્મેટ માટે આગ્રહ રાખવો જોઈએ.અને દરેક નાગરિકે હેલમેટ ફેરવી જોઈએ અને આ બાબતે સરકારી વિભાગ ને સહકાર આપવો જોઈએ આજના સમયમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેને કારણે માર્ગો ઉપર પણ અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે. ખાસ કરીને બાઈકચાલકોના અકસ્માતના બનાવોમાં હેલ્મેટના અભાવે અનેક લોકો મોતને ભેટે છે. , દ્વિચક્રી વાહનચાલકોએ માર્ગ સલામતીના ભાગરૂપે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે પરંતુ મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા નથી અને નિયમોનું પાલન પણ કરતા નથી. પરંતુ જ્યારે અકસ્માતમાં પરિવારના કોઈ સભ્યનું મોત થાય છે ત્યારે આ પરિવાર શોકમાં ગરકાવ થઈ જતો હોય છે. અને ત્યારે તેને હેલમેટ પહેરવા નો સાચો ફાયદો સમજાય છે .પરંતુ ત્યારે ખુબ મોડું થઇ ચુક્યું હોય છે આથી જેણે અકસ્માત માં પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તે અન્ય લોકો સાથે પણ આવી દુર્ઘટના ન ઘટે તે માટે હેલમેટ પહેરવા ની અપીલ કરતા હોય છે.
માર્ગ અકસ્માત માં એક નો એક પુત્ર ગુમાવ્યા બાદ પુત્ર ની સ્મૃતિ માં પોરબંદર શહેર ને હેલમેટ સર્કલ ની ભેટ આપનાર પિતા ની લોકો ને હેલમેટ પહેરવા દર્દભરી અપીલ


Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print