Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર બીચ પર પર્યટન માટે મહત્વ ની જગ્યા પર પેશકદમી મામલે રાજકોટ નાં શખ્શ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ

પોરબંદર

માધવપુર બીચ પર પર્યટન અને પર્યાવરણ ની દ્રષ્ટિએ ખુબ મહત્વ ની સરકારી જમીન પર પેશકદમી મામલે રાજકોટ નાં શખ્શ સામે લેન્ડ ગ્રેબિંગએક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર નાં ગ્રામ્ય મામલતદાર બિ એચ કુબાવતેમાધવપુર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રાજકોટ માં મહિલા કોલેજ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની શેરી નં 10 માં ઓમ બંગલા માં રહેતા અમર જેન્તીલાલ બાવળિયા નામના શખ્શે તા ૨૮-૨-૨૦૨૦ પહેલા માધવપુર ગામે બીચ પર આવેલ હોટલ ફર્નની બાજુમાં આવેલ જમીન માં આંદાજીત આશરે ૮૦૦ ચોમી જેટલુ દબાણ કરેલ છે.જેમાં દબાણદારને કાયદાનોકોઇજ પ્રકારનો ડર હોય તેવુ જણાતુ નથી.દબાણવાળી જગ્યા દરીયાકાંઠાની નજીક-પર્યટન દષ્ટિએ ખુબજ ઉપયોગી અનેપર્યાવરણ તથા પરિસ્થિતિકિય મહત્વની હોવાછતાં કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર દબાણદાર દ્વારા પર્યાવરણને તથા ફરવાના સ્થળની સુંદરતાને ખલેલ પહોંચાડી છે.આ અંગેપુછપરછ દરમીયાન તથા મુલાકાત દરમીયાન દબાણદાર દ્વારા દબાણવાળી જગ્યાએ કાયમી વસવાટ ન કરતો હોવાનું સામે આવ્યું છે.આમ દબાણદાર દ્વારા માત્ર મોજ-શોખ માટે તથા કોમર્શિયલ ઉપયોગ માટે જ આ દબાણ કરાયુ હોવાનું અને પચાવી પાડવાનો પ્રયત્ન હોય તેમ જણાય છે.જેથી નાયબ કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળકાર્યવાહીનો અભિપ્રાય આપવામાં આવ્યો છેઆ જમીન ની જંત્રી મુજબ અંદાજીત કીમત રૂ.૧૧,૫૨૦૦૦ રૂ થવા જાય છે.પોલીસે ગુન્હો નોંધી અમર ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે