પોરબંદર
માધવપુર ના મેળા માં વિવિધ રાજકીય મહાનુભાવો ઉપરાંત હજારો લોકો ઉમટી પડ્યા હતા અહી ઉપસ્થિત તમામ લોકો ને પીવાનું પાણી પૂરું પાડવા પાણી પુરવઠા બોર્ડ દ્વારા વ્યવસ્થિત આયોજન કરી પાણી પૂરું પાડવામાં આવ્યું હતું આ આયોજન ને અધિકારીઓ એ પણ બિરદાવ્યું છે.
પોરબંદર જીલ્લાના માધવપુર (ઘેડ) ગામે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન મા તથા લોકમેળા માટે ચાર દિવસ મેળાનું આયોજન થતાં કલેકટરની સુચનાનુંસાર મેળા દરમ્યાન જાહેર જનતાને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા વિભાગની પોરબંદર પેટા કચેરી દ્વારા ૨૦ લીટર કેરબા મેળાના ગ્રાઉન્ડમાં,૧૦ સ્ટેન્ડ,હેલીપેડ તેમજ મેળાની આજુબાજુ રોકાયેલ સેન્ટર પર ,ટુકડા(ગોસા),ઉંટડા,ગોરસર સાયક્લોન સેન્ટર પર રોકાયેલ કર્મચારીઓ માટે પીવાની ઉત્તમ સગવડ કરી મેળા દરમ્યાન ઉનાળાની શરુઆત હોવા છતા પણ કોઈ પ્રકારની મુશ્કેલી વગર પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડી ઉત્તમ કામગીરી કરી છે,માટે અભિનંદનને પાત્ર છે.
આ મેળો પુર્વતર રાજ્યો સાથેની પશ્ચિમી સંસ્કૃતિનું મીલન હોય પૂર્વોત્તરમાંથી પધારેલ મહેમાનો માટે,સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મેળાના ચાર દિવસ અગાઉથી કલાકારો અને તેમની ટીમ પ્રેક્ટીસ કરવામાં આવતી હતી.તે દરમ્યાન પણ તેઓને પીવાના પાણીની સારી સગવડ કરી ખુબ જે પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.વી. પી. ચોહાણ,કાર્યપાલક ઈજનેર,પાણી પુરવઠા બોર્ડ પોરબંદર તથા એમ.એસ.દામા,નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ,પોરબંદરના માર્ગદર્શન હેઠળ તેમની ૪૦ કર્મચારીઓની ટીમ સાથે માધવપુર મેળામાં શુધ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની કામગીરી કરવામાં આવેલ હતી.