પોરબંદર
માધવપુર ઘેડ ખાતે યોજાનાર મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સ્ટોલ અને ચકડોળની હરરાજી માં ગ્રામ પંચાયત ને ૩૩ લાખ રૂ ની આવક થઇ છે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત માધવપુર ઘેડના મેળાનો આગામી તા. ૧૦મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે પ્રારંભ થશે.તા.૧૦થી ૧૪ એપ્રિલ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધે એ માટે ટુરીઝમ સર્કિટના માધ્યમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પૂર્વથી પશ્ચિમને જોડતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વની ગરિમામય ઉજવણી કરાશે.ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે.જેને લઇ ને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવે છે.મેળા માટે ના સ્ટોલ ની હરરાજી કરવામાં આવી હતી.દસ બાય દસ ના ૯૮ સ્ટોલ ની હરરાજી માં રૂ ૧૨ હજાર થી રૂ ૪૮ હજાર ની બોલી લગાવવામાં આવી હતી.જેથી કુલ રૂ ૨૦ લાખ ની આવક પંચાયત ને થઇ હતી ઉપરાંત ચકડોળ માટે ની હરરાજી માં પણ રૂ ૧૩ લાખ ની આવક થઇ છે.