Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ના મેળા ને લઇ ને પોરબંદર માં હોટેલ,વાડી,સમાજના સંચાલકો સાથે એકોમોડેશન સમિતિની બેઠક યોજાઇ:જાણો તંત્ર એ હોટલ માલિકો ને આપી કઈ સુચના

પોરબંદર

પોરબંદરના માધવપુર ધેડનું નામ આવે એટલે આપણી આંખોની સામે વિશાળ દરિયો અને હોઠ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનું નામ ઉભરી આવે.સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંગમ એટલે માધવપુર ઘેડ. શ્રીકૃષ્ણ અને રુકમણીએ લગ્નના ફેરા ફરીને આ સ્થળને ઐતિહાસિક સ્થળ બનાવ્યું છે.ભગવાનના લગ્નની આ પરંપરાને અહીંના લોકોએ વર્ષોથી જાળવી રાખી છે.સ્થાનિકો અને સરકાર દ્વારા દર વર્ષે રામનવમીથી ૫ દિવસ માટે અહીં મોટો મેળો યોજાય છે, ભગવાનની જાન જોડવામાં આવે છે.રુકમણીજી ઉત્તર ભારતના વતની હતા, જેથી ઉત્તરપૂર્વના ૮ રાજ્યોથી મહેમાનો, કલાકારો, મહાનુભાવો પણ આ લગ્નમા ઉપસ્થિત રહે છે.ત્યારે દેશભરથી અહીં આવતા યાત્રીકોને રહેવા-જમવાની સસ્તી અને ઉત્તમ સુવિધા મળે તે હેતુથી હોટેલ/વાડી/સમાજના સંચાલક/ માલિક/પ્રતિનિધિ સાથે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમા પ્રાંત અધિકારી,પોરબંદરના અધ્યક્ષસ્થાને એકોમોડેશન સમિતિની બેઠક યોજાઇ હતી.

માધવપુ૨ વધુ લોકપ્રિય બની પ્રવાસન સ્થળ તરીકે વિકસે તેમજ સોમનાથ,દ્વા૨કા જેવા પ્રવાસન સ્થળોની હારમાળામાં સામેલ ક૨વાના ઉમદા હેતુથી રાષ્ટ્રીય મેળો યોજાતો હોય જેથી મેળામા આવતા યાત્રીકો માટે ખાનગી હોટેલ,સામાજીક વાડીઓ,સમાજોનો સહયોગ ઈચ્છનીય હોય ત્યારે દરેક હોટેલ/વાડી/સમાજે તા.૦૯ એપ્રીલથી થી તા.૧૪ એપ્રિલ દરમિયાનના ખાલી રૂમોની માહિતી તાત્કાલિક આપવી,રૂમોનુ બુકીંગ એકોમોડેશન કમિટીની પરવાનગી વગર ન કરવુ, હોટેલ્સ માટે એ.સી. રૂમ,નોન એ.સી. રૂમ માટે ડીસ્કાઉન્ટ આપવા સુચન કરાયા હતા.તથા ફાઈવ સ્ટાર,થ્રીસ્ટાર કક્ષાની હોટેલોના ભાવમાં પણ ડીસ્કાઉન્ટ આપવા સુચન કરાયુ હતુ.

આગામી ૧૦ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી માધવપુરના દરિયા કિનારે યોજાનાર મેળાનો આનંદ અને શ્રીકૃષ્ણ-રુકમણીના લગ્નમાં ઉપસ્થિત રહેવાનો અવસર મેળવી પાંચ દિવસ સુધી જુદા જુદા રાજ્યના કલાકારો દરરોજ સાંજે પોતાની કલા-સંસ્કૃતિ રજૂ કરતાં જોવા પધારવા જિલ્લા તંત્ર દ્રારા યાત્રીકોને અપીલ પણ કરાઇ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે