પોરબંદર
માધવપુર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષા ના લોકમેળા દરમ્યાન ૨૦૦ જેટલા ડોક્ટર,નર્સ ની ટીમે ખડેપગે ફરજ બજાવી હતી.
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાયેલ લોકમેળો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમન્વય ધરાવતો હોવાથી ગુજરાત સહિત જુદા-જુદા રાજ્યોમાથી હજારો પ્રવાસીઓ આ મેળામાં આવતા આવ્યા હતા.તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે ૨૦૦ જેટલા ડોકટર્સ, નર્સ સહિત મેડીકલ સ્ટાફ મેળામા ખડેપગે ફરજ બજાવી છે.જેમા ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર્સ, મેડીકલ ઓફીસર સહિત આર.બી.એસ.કેની જુદી-જુદી ટીમ, સહિત ડોકટર્સની ટીમ જુદા જુદા રુટ પર ફરજ બજાવી હતી.પોરબંદર માધવપુના રૂટ પર ૩ એમ્બ્યુલન્સ કાર્યરત હતી. જેથી મુસાફરી દરમિયાન કોઇ પ્રવાસીની તબીયત બગડે તો તેને સારવાર આપી શકાય,કોન્વે માટે ૨ ટીમ, મહાનુભાવોની તબિયત લથડે તો તે માટે મેળામાં ટીમ પણ કાર્યરત હતી.આ ઉપરાંત કલાકારો, સ્ટોલ ધારકોને પણ જો જરૂર પડે તો તાત્કાલિક સારવાર મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમ જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ જણાવ્યુ હતુ.
આ સંદર્ભે મેડીકલ ઓફિસર ડો. વિક્રમભાઇ મોઢવાડીયાએ કહ્યુ કે, મેળામાં આવતા કોઇ યાત્રીકો, કલાકારો કે મહાનુભાવોની તબિયત લથડે તો તેઓને સારવાર આપવા માટે તેઓની ટીમ મેળામાં ફરજબધ્ધ હતી. જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા કલાકારોનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર, દવા, ડાયાબીટીસ, બીપીની તપાસ સહિત મેળામા આવતા પ્રવાસીઓનુ સ્વાથ્ય જળવાઇ રહે તે માટે સતત ખડેપગે તૈનાત હતા.માધવપુરનો મેળો ઉત્તર પૂર્વ તથા પશ્રિમ સંસ્કૃતિક સમન્વયનો મેળો છે. ત્યારે હજારોની સંખ્યામાં આવતા યાત્રીકો માટે પોરબંદર જિલ્લા સહિતની મેડીકલ ટીમે આ મેળામાં ફરજ બજાવી હતી.