પોરબંદર
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આગામી તા.૧૦ થી ૧૩ એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન યોજાનાર મેળાના આયોજન સંદર્ભે કલેક્ટર અશોક શર્મા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહાનુભાવોના પ્રવાસ સંદર્ભે જુદી જુદી બનાવાયેલી સમિતિઓના અધ્યક્ષ- સભ્યોને કરવાની તૈયારીઓ અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને ખાસ કોઈ અગવડતા ન પડે તેમજ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તેમજ બંદોબસ્ત વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે સુચના આપવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી,અધિક કલેકટર તેમજ સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર તાલુકાના માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ માધવપુર રામજી મંદિરના પ્રાંગણમાં રાહીતળ મેદાનમાં રામનવમી તહેવાર અનુસંધાને મેળો યોજાવાનો હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે.તેથી આ સમય દરમ્યાન લોકોના જાહેર આરોગ્યને નુકશાન ન થાય અને ચેપીરોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે સાવચેતીના પગલા રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ,પોરબંદર જિલ્લો,અશોક શર્માએ પોરબંદર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૪૩/૧ અન્વયે તા.૧૦/૦૪/૨૦૨૨ થી તા.૧૩/૦૪/૨૦૨૨ સુધી દિન-૪(ચાર) બને દિવસો સહિત સુધીની મુદત માટે માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમજ તેની આજુબાજુ આઠ કિ.મી.ના વિસ્તારમાં નીચે પ્રમાણે અમલવારી ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે.
જે મુજબ મેળાના વિસ્તારમાં ગંદકી કરવી નહી.૨. અન્ય કોઈ બીન આરોગ્યપ્રદ વસ્તુઓ અને બિન કલોરીનયુકત પાણીનો ઉપયોગ કરવો નહી.૩. પીવાનું પાણી, પીવા માટે ઉપયોગમાં ન આવે તેવા કોઈ પ્રકારના કૃત્યો કરવા નહી. ૪. પીવાના પાણી તેમજ બરફ બનાવવા માટે ક્લોરીનયુકત પાણીનો વપરાશ કરવો.મેળામાં દુધ તથા દહીની બનાવટમાં સ્થાનિક બનાવટની કુલ્ફી તથા વાપરવામાં આવતું દુધ વાસી ન હોવું જોઈએ.અને સ્થાનિક બનાવટમાં કલોરીનેટેડ સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો.તેમજ સ્થાનિક બનાવટના બરફના ગોલાની બનાવટમાં અખાધ કલર/અખાધ અન્ય સામગ્રી વાપરવી નહી.અખાધ/બિનઆરોગ્યપ્રદ, બગડેલ અને વાસી વસ્તુઓનું વેચાણ કરવું નહી.ઠંડા પીણાઓમાં બિનઆરોગ્યપ્રદ કે શરીરને નુકશાન કરે તેવી સામગ્રીનો ઉપયોગ કરવો નહી.આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા નહી કે ખુલ્લા રાખી વેચાણ કરવુ નહી. ચેપી રોગથી પીડાતી વ્યકિતઓને ખાધ પદાર્થની બનાવટ કે વહેચાણ પ્રક્રિયામાં સામેન ન કરવા.
આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ–૧૩૯ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.