પોરબંદર
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં બીમાર ખલાસી ની મદદે દોડી જઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પીપાવાવ ની હોસ્પીટલે ખસેડ્યો છે.
જાફરાબાદ ની ધન પ્રસાદ નામની ફિશિંગ બોટ અરબી સમુદ્ર માં ફિશિંગ કરી રહી હતી.તે દરમ્યાન એક ખલાસી બીમારી ના કારણે બેભાન થઇ ગયો હતો.આથી જાફરાબાદ માછીમાર એસોસિએશન દ્વારા આ અંગે કોસ્ટગાર્ડ ની મદદ માંગવામાં આવતા કોસ્ટગાર્ડ નું ચાર્લી– 419 જહાજ દ્વારા હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ મુશ્કેલ સમુદ્રમાં બેભાન થઇ ગયેલા માછીમારને બચાવ્યો હતો.તેને સલામત રીતે હોડીમાંથી બહાર કાઢવાની કામગીરીનું સંકલન પીપાવાવ ના કોસ્ટગાર્ડ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ માહિતી પ્રાપ્ત થતા જ કોસ્ટગાર્ડ દ્વારા સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી એક હેલિકોપ્ટર લોન્ચ કર્યું હતું.અને હાઇસ્પીડ માટે સક્ષમ એક સેઇલ શિપ પણ પીપાવાવથી મોકલવામાં આવ્યું હતું.ઝડપથી સમુદ્રી અને હવામાં હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ ઓપરેશન પછી કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરને હોડી મળી આવી હતી.અને તેણે આ બોટ સુધી ઝડપથી પહોંચવા માટે કોસ્ટગાર્ડ ના જહાજને મદદ કરી હતી.જહાજે તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમને માછીમારી ની હોડી પર મોકલી હતી.અને દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તેની સ્થિતિ સ્થિર થઇ હતી.અને દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો.ત્યારબાદ, કોસ્ટગાર્ડ નું જહાજ પીપાવાવ બંદરમાં પ્રવેશ્યું હતું.અને વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ જવા અને વધુ તબીબી સંભાળ માટે માછીમાર એસોસિએશનને દર્દી સોંપી દીધો હતો.જ્યાં માછીમારની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.