પોરબંદર
ભાવનગર થી રવાના થયેલ આરપી એફ જવાનો ની બાઈક રેલી પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું.
આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે ભાવનગર ડીવીઝન ના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ વિભાગ ના જવાનો ની બાઇક રેલી આર પી એફ સબ ઇન્સ્પે.રાજેશ પટેલની આગેવાની હેઠળ પોરબંદર પહોંચી હતી.રેલ્વે સ્ટેશન પરિસરમાં બાઇક સવાર જવાનોનું સ્વાગત કર્યા બાદ બાઇક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.રેલ્વે સ્ટેશન ખાતે આઝાદી ના અમૃત મહોત્સવની સાથે સાથે રેલ્વે પ્રોટેક્શન ફોર્સની વિવિધ સિદ્ધિઓ અંગે જાગૃતિ અભિયાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.ભાવનગરથી રવાના થયેલ આ રેલી ચર્ચગેટ મુંબઈ પહોંચ્યા બાદ 14 ઓગસ્ટ સુધી વેસ્ટર્ન, સેન્ટ્રલ અને વેસ્ટ સેન્ટ્રલ ત્રણેય રેલ્વેની બાઇક રેલી મુંબઈથી સાબરમતી થઈને એક સાથે દિલ્હી પહોંચશે.પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે મેનેજર,સ્ટેશન માસ્ટર,આર પી એફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.