પોરબંદર
ભારતીય જળસીમા માં ઘુસણખોરી કરનાર પાકિસ્તાન ની અલ નોમન બોટ ને કોસ્ટગાર્ડ ની અરીંજય પેટ્રોલિંગ શીપ દ્વારા ઝડપી લેવામાં આવી છે.અને તેમાં સવાર 7 ખલાસીઓ ની પુછપરછ માટે ઓખા લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગુજરાત એટીએસ ને ઈન્ટેલીજન્સ મારફત ઇન્પુટ મળ્યા હતા કે પાકિસ્તાન ની બોટ શંકાસ્પદ સામાન સાથે ભારતીય જળસીમા માં ઘુસી છે.આથી એટીએસ દ્વારા તુરંત આ અંગે કોસ્ટગાર્ડ ને જાણ કરવામાં આવતા સમુદ્ર માં પેટ્રોલિંગ કરી રહેલી કોસ્ટગાર્ડ ની પેટ્રોલિંગ શીપ અરીંજય તુરંત આપેલ લોકેશન પર દોડી ગઈ હતી.અને ત્યાં રહેલ અલ નોમન નામની ફિશિંગ બોટ અને તેમાં સવાર 7 પાકિસ્તાની કૃ મેમ્બર ને ઝડપી લઇ તમામ ની પુછપરછ માટે ઓખા લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે.જો કે બોટ માં થી શું મળ્યું છે તે અંગે સુરક્ષા એજન્સીઓ એ કોઈ વિગત જાહેર કરી નથી. ઉલેખનીય છે કે કચ્છ નજીક ના દરિયા માંથી ડ્રગ ના બિનવારસી પેકેટ મળી રહ્યા છે.તો બીજી તરફ ગુજરાત માં ફિશિંગ સીઝન પૂર્ણ થઇ હોવાથી દરિયા માં ફિશિંગ બોટો ન હોવાથી તેનો લાભ લઇ પાકિસ્તાની બોટે ઘુસણખોરી કરી હોવાનું મનાઈ રહ્યું છે.ઓખા લાવ્યા બાદ તમામ પાકિસ્તાની શખ્સો નું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ ઇન્ટરોગેશન કરવામાં આવશે તેવું જાણવા મળે છે.