પોરબંદર
સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પાત્રતા ધરાવાતા બાકી રહેલા પોરબંદર જિલ્લાના ખેડૂત કુટુંબોને લાભ મળી શકે છે.પાત્રતા ધરાવતા ખેડૂતોને આ યોજના વિશે જાણકારી મળી રહે અને તેઓને યોજનાનો લાભ મળી શકે તે માટે આ યોજનાની વિશે વિસ્તૃત જાણકારી નીચે મુજબ છે.
ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂતોને સહાયરૂપ થવા માટેની યોજના
સહાય:-જમીન ધરાવતા ખેડૂત પરિવારને દર વર્ષ રૂ. ૬૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાય ખેડૂત પરિવારના બેંક ખાતામાં સીધી જમા થશે.
ખેડૂત પરિવારની વ્યાખ્યા:-પતિ-પત્ની અને બાળકો (૧૮ વર્ષ ઓછી વયના બાળકો) ના પરિવારને ખેડૂત પરિવાર કહેવાશે.
આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે.
ખેડૂત પરિવાર ખેતી લાયક જમીન ધારણ કરેલી હોવી જોઇએ, સંયુકત ખાતામાં સમાવિષ્ટ કુલ નામો પૈકી જે ખાતેદારની ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ હશે તો તેને સ્વતંત્ર પરિવાર ગણી લાભ મળવા પાત્ર થશે.
લાભ કોને મળવાપાત્ર નથી
સંસ્થાકિય જમીન ધારકોને લાભ મળશે નહી, ભૂતપુર્વ કે હાલના તમામ મંત્રીઓ/લોકસભા/રાજયસભા/વિધાનસભા ના સભ્યો, ભૂતપુર્વ કે હાલના મહાનગરપાલિકાના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ, વર્ગ ૪ સિવાય કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારી/અધિકારીઓ અને રૂ.૧૦,૦૦૦/- થી વધુ પેન્શન ધરાવતા હોય તેમને લાભ મળશે નહી,આવકવેરો ભરેલ વ્યકિતઓને, ડોકટર,એન્જીનીયર,વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ અને આકીટેકટ.
અરજી કરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
તામામ ૮-અ અને ૭/૧૨ ની નકલ,આધરકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક.
બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક.
એકરારનામું (ઓનલાઇન અરજી કરતી વખતે તૈયાર એકરારનામું નીકળશે જેમાં ખેડૂતે સહી કરવાની રહેશે).કરી શકાશે.
ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર/ તલાટી કમ મંત્રી/ ગ્રામ સેવકનો સંપર્ક કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ પંચાયત કચેરીએથી જ અરજી કરી શકાશે.