Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના પ્રજાવત્સલ રાજવી નટવરસિંહજીની આજે ૧૧૯મી જન્મજયંતી:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર

૩૦ જૂન ૧૯૦૧માં પોરબંદરના ભાવસિંહજી મહારાજ અને મહારાણી રામબા સાહેબને ત્યાં જન્મેલા નટવરસિંહજી ખરા અર્થમાં ભારતમાં રાજાશાહી યુગના અંત સાક્ષી અને પોરબંદરની પ્રજા પર પ્રજાપ્રેમી રાજવીની અનંત છાપ છોડનાર મહારાજ હતા. તેમનું શિક્ષણ પોરબંદર અને ત્યારબાદ રાજકુમાર (આર.કે.સી) કોલેજ રાજકોટ ખાતે થયેલું. ૨૬ જાન્યુઆરી ૧૯૨૦ ના રોજ તેમનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી.રાજ્યાભિષેક ના ૨૫ દિવસ બાદ ૫ ફેબ્રુઆરી ૧૯૨૦ ના રોજ તેમના લગ્ન લીંબડીના ઠાકોર દોલતસિંહજી ના પુત્રી શ્રી રુપાળીબા સાહેબ સાથે થયા હતા. તેમને પોતાનું સંતાન ન હોય તેમણે શ્રીનગર ના રાજવી પરીવાર શિવસિંહજી ના પુત્ર ઉદયભાન ને ૧૨ જૂન ૧૯૪૧ દત્તક લઈ તેમને યુવરાજ ઘોષીત કર્યા હતા.

નટવરસિંહજી યુવાવસ્થાથી જ કલા અને રમત પ્રેમી હતા. મ્યૂઝીશિયન, લેખક, ચિત્રકાર અને ક્રિકેટર એવા નટવરસિંહજી નો કાર પ્રત્યે નો પ્રેમ પણ અદ્ભુત હતો. તેમને વાંચન નો પણ અનેરો શોખ હતો. તેમણે તેમના જીવનકાળમાં ૫૫૦૦૦ થી વધુ પુસ્તક વાંચી હતી.

ભારત એક ક્રિકેટ પ્રેમી દેશ છે છતાં ૯૯% લોકો એ નહી જાણતા હોય કે ૧૯૩૨ માં ઈંગ્લેન્ડ ખાતે રમાયેલ ભારતની પ્રથમ ટેસ્ટ માટે કપ્તાની માટે મહારાજા નટવરસિંહજી ની પસંદગી થઈ હતી. પરંતુ તેમની નાદુરુસ્તી ને કારણે સી.કે.નાયડુ ને કેપ્ટનશિપ સોંપી હતી. નટવરસિંહજી એ પ્રથમ ટેસ્ટ ટૂરમાં ૨૬ ફ્રસ્ટ કલાસ મેચ માંથી ફક્ત ૪ મેચ રમ્યા હતા.

પોરબંદર સ્ટેટમાં શિક્ષણ ક્ષેત્રે નટવરસિંહજી મો બહુ મોટો ફાળો છે. ૧૯૫૫માં પોરબંદર ની પ્રજા મોટે શિક્ષણ સંસ્થા શુરુ કરવા માટે સરકારે નટવરસિંહજી પાસે માંગણી કરી હતી. એ સમયે નટવરસિંહજી ઊંટી ખાતે તેમના રેસિડેન્ટ પર આરામ કરવા ગયેલા. તેમણે તાત્કાલિક અસરથી રાજવી પરીવારનો “દરીયા મહેલ” (હાલ આરજીટી કોલેજ અને ૧૦૦ વિધા જમીન સરકાર ફક્ત શિક્ષણ હેતુ વપરાશ માટે આપવા યુવરાજ ઉદયભાનસિંહજી ને ફરમાન કર્યું હતું. આ ઉપરાંત પોરબંદર ના આર્કિટેક્ચર માં પણ તેમનું આગવું યોગદાન હતું. તેઓ વિદેશ ફરી ને આવે એટલે વિદેશમાં તેમને પસંદ આવેલા સ્થાપત્ય ના પોતે નકશા બનાવી ને પોતાની દેખરેખમાં બાંધકામ કરાવતા.

૧૯૪૨ રાજમાતા રામબા સાહેબ અને ૧૯૪૩ ૨૬ ઓક્ટોબર રુપાળીબા સાહેબ ના અવસાને મહારાજા નટવરસિંહજી ને અંદર થી હચમચાવી નાંખ્યા હતા. આ બન્ને સ્ત્રીનો તેમના જીવન પર મોટો પ્રભાવ હતો. આ ઘટનાઓ બાદ તેઓ માનસિક શાંતિ માટે તેમના ઊંટી ખાતેના નિવાસ સ્થાન પર આરામ માટે ચાલ્યા ગયા હતા. જ્યા તેમની મુલાકાત સિલ્વા એલાઇન્સ પાછળ થી મહારાણી અનંતકુંવરબા સાથે થઇ હતી. તેમણે અનંતકુંવરબા સાહેબ સાથે ૧૯૫૪ ની ૨૦ નવેમ્બર ના રોજ ૫૩ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. અનંતકુવર બા સાહેબ તેમની સાથે તેમના બે સંતાનો હરેન્દ્રસિંહજી અને વિનીતાબા લઈને આવ્યા હતા. ૧૯૭૩માં યુવરાજ ઉદયભાનસિંહજી નું મૃત્યુ થતા નટવરસિંહજી ના સ્વર્ગવાસ પછી અનંતકુંવરબા ના પુત્ર કુમાર હરેન્દ્રસિંહજી તેમના મિલકત ના વારસ બન્યા હતા.

મહારાજા નટવરસિંહજી નું ૫ ઓક્ટોબર ૧૯૭૯ માં સ્વર્ગ વાસ થયો હતો. તેમના સ્વર્ગવાસ નો દિવસ આજે પણ પોરબંદરની પ્રજાના દિલોદિમાગ માં અકબંધ છે. નટવરસિંહજી ના મૃત્યુ સાથે પોરબંદરમાં રાજાશાહી યુગનો અંત થયો. પરંતુ પોરબંદરની પ્રજાના મનમાં આજે પણ આ પ્રજાવત્સલ રાજવી જ રાજ કરે છે.

– નિશાંત બઢ
લેખક, રિસર્ચર

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે