પોરબંદર
રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈનમા પોરબંદર જીલ્લામાંથી જાગૃત નાગરીક દ્રારા ફોન કરી મદદ માંગતા જણાવ્યુ હતું.કે કોઈ બહેન મળી આવેલ છે.સ્મશાન પાસે ઉભા છે.કશુ જણાવતા નથી.તેમને મદદની જરુર છે.
તેથી તુરંત પોરબંદર અભયમ ની ટીમના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી,મહિલા પોલીસ સંતોકબેન,પાયલોટ કિશનભાઈ દાસા સ્થળ પર પહોંચતા જાગૃત નાગરીકે જણાવ્યુ હતું કે સાંજના સમયથી બહેન સ્મશાન વિસ્તારમા ફર્યા કરે છે.કશું જણાવતા નથી.તેથી અભયમ ટીમે તે મહિલા ને મળી પ્રોત્સાહન આપી કાઉન્સેલિંગ કર્યું હતું.પરંતુ તે બહેન કશું જણાવતા ન હતા.અને તેઓને પોતાનુ નામ પણ ખબર ન હતી.તેથી ૧૮૧ ટીમે નજીકના પોલિસ સ્ટેશનમા ફોન કરી ગુમ થયાની નોંધ બાબતે પુછપરછ કરેલ.પરંતુ ત્યાં પણ કોઈ અરજી આવેલ ન હોય.તેથી આજુ બાજુના વિસ્તારમા મહિલા વિશે પુછપરછ કરતા એક વ્યકિતએ જણાવેલ કે આ બહેનને નવા કુભારવાડા બાજુ જોયા હોય અન્ય કોઈ માહિતી ન મળતા મહિલાને નવા કુભારવાડા વિસ્તારમા લઈ જઈ ત્યાના વિસ્તારના લોકોને મળી મહીલા ના પરીવાર વિશેની શોધખોળ કરતા મહિલાના પરીવાર વિશેની માહિતી મળી આવતા મહિલાને પરીવાર પાસે લઈ ગયેલ.
જ્યાં મહિલાના પતિ તથા તેના પુત્રએ જણાવેલ કે બહેન માનસિક અસ્વસ્થ છે.જેની દવા પણ ચાલતી હોય.આજે ધ્યાન ન રહેતા ઘરેથી નિકળી ગયેલ હોય બન્નેનુ કાઉન્સેલિગ કરેલ બહેનને યોગ્ય સારવાર અપાવવા તથા વધુ ધ્યાન રાખવા સમજાવેલ મહિલાને પણ આમ એકલા ન નિકળી જવા સમજાવેલ.અને યોગ્ય માર્ગદર્શન આપેલ.અને મહિલાને તેમના પતિને સોપેલ.આમ મહિલાનુ પરીવાર સાથે મિલન થતા તેઓએ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ.