પોરબંદર
પોરબંદર સીટી સર્વે કચેરી ના સ્ટાફ પાસે અન્ય કામગીરી કરાવવામાં આવતી હોવાથી કચેરી ની મૂળ કામગીરી ટલ્લે ચડતી હોવા અંગે બોન્ડ રાઈટર દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ના બોન્ડ રાઈટર જયેશભાઈ સવજાણી એ કલેકટર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર શહેરના આસપાસના વિસ્તાર બોખીરા,ધરમપુર,છાયા તેમજ ગ્રામ્ય વિસ્તાર નો સીટી સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેના કારણે સીટી સર્વેની કામગીરી માં અગાઉ કરતા ૧૦ દસ ગણો વધારો થયો છે.તેમાં જિલ્લાના ખેતી સિવાયના ખાતા વર્ષ ૨૦૧૫ થી રેકર્ડ ઓફ રાઇટસના ધોરણે બંધ કરી દઈ તેનો પણ સીટી સર્વેમાં સમાવેશ કરવામાં આવતા તેનું પણ તમામ રેકોર્ડ સીટી સર્વેમાં નવુ ઉભુ કરવાની કાર્યવાહી ચાલુ છે,જેથી સીટી સર્વે કચેરીમાં વેચાણ, વારસાઈ, વેચી, હકક કમી કરવા તેમજ પ્રોપર્ટી કાર્ડ ની નકલો તપાસ કરવા દરેક વિસ્તારમાં નવા રેકર્ડ બનાવીને સીટી સર્વેમાં સમાવેશ કરવાની કામગીરી વર્ષ – ૨૦૧૫ થી શરૂ કરાઈ છે.જે હજુ ૨૦૨૨ સુધીમાં પણ પુર્ણ થઇ નથી.
આવા સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા સીટી સર્વેના સ્ટાફને અન્ય કામગીરી તેમજ સરકારી કાર્યક્રમો માં વિવિધ કામગીરી કરવા માટે મોકલી દેવામાં આવે છે,જેના કારણે સીટી સર્વેની કામગીરી તદન ઠપ્પ થઈ જવા પામી છે.સીટી સર્વેના કર્મચારીઓ ઓફીસમાં હાજર રહી શકતા નથી.જેથી પ્રજા તેમજ સ્ટાફની વચ્ચે અવાર નવાર ઘર્ષણો ઉભા થતા હોય છે. તેમજ સમયસર કામ ન થવાના કારણે બોન્ડ રાઇટર તેમજ વકીલો તેમજ આમ નાગરીક ને અવારનવાર ધકકા આવા પડે છે.આથી સીટી સર્વેના કર્મચારીઓને ફકત તેની ઓફીસ પુરતી કામગીરી સોપાય તો લોકોને વેઠવી પડતી મુશ્કેલી દુર થાય તેમજ મોટા ભાગની કામગીરીનો નિકાલ થાય તે માટે સીટી સર્વે ના કર્મચારીઓને ફક્ત ઓફીસના કામ માટે ઉપયોગ થાય અન્ય સરકારી કામોમાં મુકવામાં ન આવે તેવી માંગ કરી છે.