Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સહીત રાજ્યમાં આજથી કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોય તેને જ સરકારી કચેરીઓ માં પ્રવેશ

પોરબંદર

પોરબંદર સહીત રાજ્ય ની તમામ સરકારી કચેરીઓ માં  કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હોય તેને જ પ્રવેશ આપવા માં આવશે.

રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં,સચિવાલયના તમામ વિભાગો,પોરબંદર સહીત રાજ્યની તમામ સરકારી,અર્ધ સરકારી કચેરીઓ,બોર્ડ, કોર્પોરેશન,પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં પ્રવેશ અંગે નીચે મુજબની સૂચનાઓનો આજે તા.૦૧/૦૧/૨૦૨૨થી અમલ કરવા રાજ્યપાલ દ્વારા પરિપત્ર બહાર પાડી સુચના અપાઈ છે.

જેમાં ગાંધીનગર સચિવાલય પરિસરમાં આવેલ વિવિધ વિભાગો તથા સ્વર્ણિમ સંકુલમાં આવતા મુલાકાતીઓ માટે બુથ પર પ્રવેશ પાસ કાઢતી વખતે મુલાકાતીએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ,તે પ્રમાણપત્રના આધારે બુથ પરના કર્મચારી/અધિકારીએ સુનિશ્ચિત કર્યા બાદ જ પ્રવેશ પાસ ઇશ્યુ કરવાનો રહેશે.આ ઉપરાંત પોરબંદર સહીત રાજ્યની તમામ સરકારી,અર્ધ સરકારી કચેરીઓ,બોર્ડ,કોર્પોરેશન,પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ,તે પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે બાબતે સંબંધિત કચેરીના વડાએ તેઓની કચેરીમાં વ્યવસ્થા ગોઠવવાની રહેશે.તેવું પણ જાહેર કરાયું છે.

સરકાર ના આ નિર્ણય ને પગલે અત્યાર સુધી પોરબંદર જીલ્લામાં મંદગતી માં ચાલી રહેલ વેક્સીનેશન કામગીરી માં પણ વેગ આવશે તેવું જણાઈ રહ્યું છે.ખાસ કરી ને જે લોકો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા હતા તેઓ પણ બીજો ડોઝ લેવા દોડશે તેવું પણ લાગી રહ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે