પોરબંદર
પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારો ની ફિશિંગ સીઝન ૩૧ મે એ પૂર્ણ થતી હોવાથી ફિશરીઝ વિભાગે ૧ જુન થી ૩૧ જુલાઈ સુધી ફીશીગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે.
પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારો ની ફિશિંગ સીઝન પૂર્ણતા ને આરે છે.ત્યારે ફિશરીઝ વિભાગે પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે ભારત સરકારના મત્સ્યોધ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારીત હુકમથી પ્રાદેશિક જળવિસ્તારની બહાર માં તા. ૧/૬ થી તા. ૩૧/૭ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.જે ધ્યાને લઇ પોરબંદર જીલ્લાના આંતરદેશીય તથા દરિયા કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આ સમયગાળા દરમ્યાન યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે.આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો – ૨૦૦૩ ની અલગ અલગ કલમના ભંગ બદલ દંડ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.જો કે આમ પણ છેલ્લા બે માસ થી વધુ સમય થી ડીઝલના ભાવ માં કમરતોડ ભાવવધારા ના કારણે ફિશિંગ પરવડતું ન હોવાથી મોટા ભાગ ની ફિશિંગ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે.