પોરબંદર
પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિમેન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા વ્યાપાર અને તેના વિકાસને લગતા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમાં ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થી માટે વિશેષ આયોજન થાય છે.ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિમેન્સ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમમાં પાંચ અલગ અલગ વિભાગમાં સફળ બહેનો દ્વારા તેમના વ્યાપાર,ઉદ્યોગમાં તેમણે કરેલ અથાક પ્રયત્નો અને કર-કંડારે મેળવેલ સફળતાની રજૂઆત કરવામાં આવશે.તેમજ તેમનું અભિવાદન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં વિશેષ રીતે ડો.રિતિજ્ઞાબેન ગોકાણી,કૃપાબેન લોઢીયા,મૃદુલાબેન હિંડોચા,શાંતિબેન ભૂતિયા તેમજ હિરલબેન વ્યાસ તેમની સફળ કારકિર્દી થી માહિતીગાર કરશે.
આ કાર્યક્રમનું તા.૦૮/૦૩/૨૦૨૨ મંગળવારના રોજ સાંજે ૬ વાગ્યે ડીસ્ટ્રીક્ટ ચેમ્બર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વધુમાં વધુ બહેનો,યુવાનો,વ્યાપારીઓ અને વિદ્યાર્થીઓ જોડાય તેવી યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર પ્રમુખ પ્રમોદ માવાણી,મંત્રી શ્યામ રાયચુરા તથા પ્રો.ચેરમેન ધવલ રાયચુરાએ અપીલ કરી છે.