પોરબંદર ના યુવાન પાસે થી પોલીસે ૫૦૦ ના દર ની બે નકલી નોટ કબ્જે કરી વધુ પૂછપરછ કરતા પોતે આ નોટો 3 માસ પહેલા જયપુર થી લાવ્યો હોવાની કબુલાત આપી છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર એલસીબી ના ઇન્ચાર્જ પી આઈ એચ એમ જાડેજા એ કમલાબાગ પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ એલસીબી સ્ટાફ ને બાતમી મળી હતી કે છાયા ખડા વિસ્તાર માં આવેલ દવાખાના પાછળ રહેતા સ્મિત દીપકભાઈ સાયાણી નામના શખ્સે પોતાના ઘરે બોગસ ચલણી નોટો રાખી છે અને બજાર માં વટાવી રહ્યો છે આથી એલસીબી સ્ટાફે તેના ઘરે દરોડો પાડતા તેના ખિસ્સા માંથી ૫૦૦ ના દર ની બે નકલી નોટ મળી આવી હતી
આથી પોલીસે પૂછપરછ કરતા પોતે ઇન્સ્તાગ્રામ ની ફેક કરન્સી નામની આઇ.ડી. સાથે ચેટ કરતા ત્રણેક માસ પહેલા જયપુરના મારાજ નામના વ્યકિતએ તેને વોટ્સઅપ કોલ કરી જયપુર મેટ્રોના પીલર નં.૪૬ થી ૪૮ ની વચ્ચે આવવા જણાવતા પોતે ત્યાં ગયો હતો અને તેને રૂ. ૧૫,૦૦૦ રોકડા આપતા તેણે પોતાને રૂ. ૫૦૦ ના દરની ૫૦ નકલી નોટ તથા રૂ. ૧૦૦ ના દરની ૨૫ નકલી નોટ આપી હતી .
જે પોતે પોરબંદર લાવ્યો હતો અને બજારમાં અલગ-અલગ જગ્યાએ ખરીદી માં અન્ય રૂ. ૫૦૦ તથા રૂ. ૧૦૦ ના દરની બોગસ ચલણી નોટો વટાવી નાખી હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે બન્ને નોટોની ચકાસણી માટે એસ.બી.આઈ. બેંક માણેક ચોકના કેશ ઓફિસર પ્રકાશ જમનાદાસ હીંગળાજીયા એલસીબી કચેરી એ બોલાવી બન્ને નોટો બતાવતા તેઓએ બન્ને નોટો નકલી હોવાનું જણાવ્યું હતું .
આથી પોલીસે બન્ને નોટો તપાસ અર્થે કબ્જે કરી સ્મિત ની ધરપકડ કરી તેનો 5 હજાર ની કીમત નો મોબાઈલ પણ કબ્જે કર્યો છે અને નોટો આપનાર જયપુર ના મોબાઈલ ધારક મારાજ નામના શખ્સ ની શોધખોળ હાથ ધરી છે.