પોરબંદર
પોરબંદર માં પતી કમાતો ન હોવાથી ઘરખર્ચ ન આપતા પત્નીએ આ અંગે કહેતા પતી એ તેને તરછોડી દીધી હતી. આથી ૧૮૧ અભયમ ટીમે તેને મદદ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપ્યો છે.
પોરબંદર શહેર માં એક મહિલા રસ્તા પર મદદ માંગતા હોવાથી જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરી પીડિત મહિલાને તેના પતિએ ઘરે થી કાઢી મુકતા તેમને આશ્રય માટે સંસ્થા માં જવું હોવાથી મદદ માંગી હતી. આથી ૧૮૧ ની ટીમ ના ફરજ પરના કર્મચારી કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કિરણબેન જેઠવા અને ડ્રાઈવર કિશન દાસા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.અને પીડિત મહિલા ને મળી સાંત્વના આપીને તેનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાને તેના પતિ એ ઘરે રાખવાની ના પાડી ઘરે તાળું મારી જતો રહ્યો હતો.
અને પતિ કમાતો ન હતો અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતો ન હતો.અને આ અંગે ઝઘડો થતા મહિલા ને ઘરે થી કાઢી મુકી ઘર બંધ કરી જતો રહ્યો હતો.આથી ૧૮૧ ટીમ દ્વારા તેનો ફોન પર સંપર્ક કરતા પોતે બહાર ગામ હોવાનું અને પોતાને છૂટાછેડા લેવા હોવાનું જણાવ્યું હતું.આથી ૧૮૧ ટીમે પીડિત મહિલા ને તેનો હક મેળવવા કાયદાકીય માર્ગદર્શન આપી આગળ કાર્યવાહી માટે સમજાવી હતી.અને હાલ મહિલા ને રહેવા માટે કોઈ આશ્રય ન હોવાથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત ઘરેલુ હિંસા થી પીડિત મહિલા માટે ના સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી ત્યાં આશ્રય અપાવ્યો હતો.અને આગળ ની કાર્યવાહી અર્થે ત્યાં સોપવામાં આવ્યા હતા.