પોરબંદર
પોરબંદરમાં નવું કોર્ટ બિલ્ડીંગ બનાવ્યા ને ૧૭ વર્ષ થયા છે.તેમ છતાં હજુ સુધી અહી લિફ્ટની સુવિધાથી ન હોવાથી ત્રણ માળ ના આ બિલ્ડીંગ માં સીડી ચડવી પડે છે.જેથી વૃદ્ધો,દીવ્યાંગો ને પરેશાની નો સામનો કરવો પડે છે.
પોરબંદરમા સંદીપની રોડ પર ૨૦૦૫ માં નવું કોર્ટ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું.શહેર થી સાત કિમી દુર આવેલ આ બિલ્ડીંગ ખાતે પોતાના કામ અર્થે દરરોજ મોટી સંખ્યા માં લોકો આવે છે.ઉપરાંત વકીલો,અસીલો અને જુબાની આપવા આવતા લોકો અને પોલીસ સ્ટાફ પણ નિયમિત આ બિલ્ડીંગ ની મુલાકાત લે છે.જેમાં અનેક વૃદ્ધો ,દીવ્યાંગો નો પણ સમાવેશ થાય છે.પરંતુ ત્રણ માળ ની આ ઈમારત માં લિફ્ટની સુવીધા ન હોવાના કારણે તેઓને ફરજિયાત સીડી ચડીને જવું પડે છે.જેથી ભારે પરેશાની નો સામનો કરવો પડે છે.કોર્ટ ઈમારત બનાવવામાં આવી ત્યારથી અહીં લિફ્ટ માટેની જગ્યા પણ રાખવામાં આવી છે.પરંતુ લિફ્ટ મુકવાનું જાણે ભુલાઈ ગયું હોય તેમ ૧૭ વર્ષે પણ લીફ્ટ ની સુવિધા આપવા માં આવી નથી.જેથી વહેલીતકે લીફ્ટ ની સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.