પોરબંદર
પોરબંદર ના એમજી રોડ પર બનતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામગીરીમાં બેરીકેટ રાખ્યા વગર કામ થતું હોવાથી અકસ્માત નો ખતરો ઉભો થયો છે.જેથી અહી આડશ રાખી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા નજીક એમજી રોડ સુધીના વિસ્તારમાં ત્રણ દાયકા થી ભરાતા વરસાદી પાણીની સમસ્યા નો નિકાલ લાવવા પાલિકા દ્વારા તાજેતર માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી શરુ કરવામાં આવી હતી.જેમાં ૫ થી ૭ ફૂટ સુધીના ખાડા કરી દેવાયા છે.પરંતુ અહીં બેરીકેટ મુકવામાં આવ્યા નથી.જેથી રાત્રીના સમયે આ મહાકાય ખુલ્લી ગટરમાં લોકો અને પશુઓ પડી જવાથી ઈજાગ્રસ્ત કે જાનહાની થાય તેવો ભય રહેલો છે.આ મુખ્ય માર્ગ હોવાથી દિવસ રાત વાહનો અને રાહદારીઓ થી સતત ધમધમતો રહે છે.જેથી કોઈ અકસ્માત કે જાનહાની થાય તે પહેલા ખોદકામ પાસે બેરીકેટ મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.