પોરબંદર
શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જીલ્લા દ્વારા ગત રવિવારે જે વિદ્યાર્થીઓના EWS અને બિનઅનામત વર્ગોના પ્રમાણપત્રો કાઢવા માટે ફોર્મ ભરવામાં આવેલ હતા.તેના પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને તા.૧૩-૦૨-૨૦૨૨,રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔદિચ્ય બ્રહ્મસમાજ ગોહિલવાડી,એરપોર્ટની પાસે જે વાડી છે.તે વાડી ખાતે વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાની હાજરી સાથે જ્ઞાતિ આગેવાનોની હાજરીમાં આપવામાં આવેલ.આ ઉપરાંત દરેક સરકારી ભરતી માં પરીક્ષામાં કામ આવે તે હેતુ થી આગામી 18.02.2022 થી તાલીમ વર્ગો ચાલુ થશે.તે માટે આજરોજ તેમના ફોર્મ ભરેલા,આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થી ભાઈ,બહેનો એ નીચેના સરનામે થી ફોર્મ મળશે તેમજ સરકારી સહાય પણ મળશે.જેથી આ યોજનાઓ નો લાભ લેવા નમ્ર વિનંતી છે.
ખાસ નોંધ:સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લા તથા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા અને શહેર તથા ગામડાના બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ સ્પેશીયલ બેંચ નજીવી ટોકન ફી થી શરૂ કરવામાં આવશે.
જી.પી.એસ.સી. તથા વર્ગ-૩ તલાટી મંત્રી, વિદ્યા સહાયક, સ્ટાફ નર્સ, પોલીસ કોન્સ્ટબલ જેવી પરીક્ષાની તૈયારી માટે ઔદિચ્ય બ્રહ્મસમાજ ગોહિલવાડી, ખાતે ક્લાસ શરૂ કરવામાં આવશે.
*ક્લાસીસ માટે રજીસ્ટ્રેશન સંપર્ક*
(1) શ્રી ગિરીશભાઇ વ્યાસ
9327751101,
પ્રભાત ઓટો એડવાઈઝર, ખવાસ જ્ઞાતીની વંડી પાસે, પોરબંદર.
(2) શ્રી કમલેશભાઈ થાનકી
9825371116
સ્કાયલાઈન ટેલિકોમ,
ગ્રાઉન્ડ ફ્લોર, હોટેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ, પોરબંદર.
(3) શ્રી નિરવભાઈ દવે
9978440142
(૪) ક્રિષ્નાબેન ઠાકર
98258 40898
*ક્લાસીસનો સમય*
શુક્રવારે સાંજે – ૬ થી ૮ સુધી.
બીજો શનિવારે,
સવારે ૧૦ થી ૧૨:૩૦ સુધી અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી.
રવિવારે સવારે, ૧૦ થી ૧૨:૩૦ સુધી અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી.
આ સમગ્ર પ્રોજેક્ટ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લા ના પ્રમુખ પ્રેમશંકરભાઈ જોશી ની આગેવાની હેઠળ તેમજ નિરવભાઈ દવે ગાંધીનગર ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.આ તકે પધારેલ મહાનુભાવો વિજયભાઈ જોશી,સમાજ કલ્યાણ અધિકારી,તેમજ જ્ઞાતિ આગેવાનો જિલ્લા મહામંત્રી ગીરીશભાઈ વ્યાસ,શહેર મહામંત્રી દેવુભાઈ પંડયા, રમણિક ભાઈ પુરોહિત,પૂર્વ ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે,કારોબારી સદસ્ય વિજયભાઈ જોશી,કિશોરભાઈ પંડયા,જય પંડયા,જયેંદ્રભાઈ, દેવવ્રતભાઈ જોશી, જિલ્લા મહિલા પ્રમુખ ક્રિશ્નાબેન ઠાકર,દિનેશભાઇ કોઠારી,સર્વે હાજર રહેલા.
અને આ તાલીમવર્ગોનો પૂરેપૂરો લાભ બ્રહ્મસમાજ ના વિદ્યાર્થી ભાઈ બહેનો લ્યે તેવી અપીલ જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશભાઈ થાનકી એ કરેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ,અંતમાં ભીમભાઈ જોશી એ ગાયત્રી મંત્ર,શ્લોક બોલી કાર્યક્રમ નું સમાપન કરેલ.