પોરબંદર
પોરબંદર જીલ્લા શિક્ષણ અધિકારીએ વરસાદની સ્થિતિને ધ્યાને રાખી ધોરણ 1 થી 8 ની સ્કૂલોને શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપી હતી.છતાં માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ ચાલુ રાખતા એન એસ યુ આઈ દ્વારા સ્કૂલના સંચાલકો ને રજૂઆત કરતા સ્કૂલ બંધ કરાઈ હતી.શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સંચાલકને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
પોરબંદર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા ડેમો ઓવરફ્લો થયા છે.રાણાવાવ કુતિયાણા પંથકમાં પાણી આવ્યા છે.અને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.આ સ્થિતિ ને ધ્યાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તારીખ 15 /7 ના રોજ તમામ પ્રાથમિક શાળાઓની અંદર શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સુચના અપાઈ હતી.ત્યારે સાંદિપની નજીક અંતરિયાળ વિસ્તાર માં આવેલ માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી.
જે અંગે માહિતી મળતા એન.એસ.યુ.આઇ.ના જીલ્લા પ્રમુખ કિશન રાઠોડે તાત્કાલીક શાળા સંચાલકોને અને જીલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી ઉપરાંત કલેકટરને પણ જાણ કરવામાં આવી હતી.અને પોરબંદરની તમામ શાળાને નિયમ લાગુ પડે છે ત્યારે માઉન્ટ લીટેરા ઝી સ્કુલ જીલ્લા બહારની શાળા છે? તેવા સવાલ સાથે ઉગ્ર રજૂઆત કરતા અંતે શાળાને શિક્ષણકાર્ય બંધ કરવાની ફરજ પડી હતી.અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.
શાળા ના સંચાલકો એ એનએસયુઆઈ સમક્ષ એવો બચાવ કર્યો હતો.કે પરીક્ષા લેવાની હોવાથી બાળકો ને શાળા એ બોલાવાયા હતા.ત્યારે એન એસ યુ આઈ એ એવું પણ જણાવ્યું હતું કે યુનિવર્સીટી ની પરીક્ષા રદ થઇ શકતી હોય તો આ એક સામાન્ય આંતરિક પરીક્ષા છે.તે પણ રદ થઇ શકે.સ્કૂલ ના રસ્તા પર કાદવ કીચડ ફેલાયેલો છે.વધુ વરસાદ ના કારણે છાત્રોને મુશ્કેલી પડશે.તો જવાબદારી કોની તેવા સવાલ પણ કર્યા હતા.જીલ્લા શિક્ષણાધિકારી એ પણ શાળા ને નોટીસ ફટકારી અને ખુલાસો માંગ્યો છે.