પોરબંદર
પોરબંદર શહેર માં લમ્પી વાયરસ માલિકી ના પશુઓ માં પણ પ્રસર્યો હોય તેમ 2 માલિકી ના પશુઓ માં અને 2 રેઢિયાળ પશુઓ માં તેના લક્ષણો સામે આવતા સારવાર શરુ કરાઈ છે.તો બીજી તરફ જુનાગઢથી નિષ્ણાત પશુ તબીબો ની ટીમ આવી પહોંચી હતી.અને વાયરસગ્રસ્ત પશુઓ ના સેમ્પલ એકત્ર કર્યા હતા.
પોરબંદર શહેરમાં લમ્પી વાયરસ ના કેસ વધી રહ્યા છે.અત્યાર સુધી માં ૧૨ રેઢિયાળ પશુઓ માં આ વાયરસ મળી આવ્યો હતો.જેમાં બે પશુઓ ના મોત થયા છે.જયારે આજે વધુ 4 પશુઓ માં લમ્પી વાયરસ ની અસર હોવાનું સામે આવ્યું છે.જેમાં થી 2 પશુઓ માલિકી ના હોવાનું જાણવા મળે છે.14 રેઢિયાળ પશુઓને જીઆઇડીસી ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.જયારે માલિકી ના બન્ને પશુઓ ને તેના માલિક ના વાડા માં આઈસોલેટ કરાયા છે.લમ્પી ના કેસો વધતા એડીઆઈઓ જુનાગઢ થી નિષ્ણાંત તબીબોની ટીમ જીઆઇડીસી માં આવેલ આઇસોલેશન વિભાગ ખાતે આવી હતી.અને વાયરસગ્રસ્ત પશુઓના બ્લડ સેમ્પલ લીધા હોવાનું અને તેને અમદાવાદ ની લેબ ખાતે મોકલાયા હોવાનું ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક ડો ભરતભાઈ મંડેરા એ જણાવ્યું હતું.લમ્પી વાયરસ એ ચેપી હોવાથી તેનું સંક્રમણ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે તેઓએ હાલ પૂરતા માલિકી ના પશુઓને બહાર ન છોડવા પણ પશુ માલિકો ને અપીલ કરી છે.