પોરબંદર
રેડક્રોસની સ્થાપના, સિદ્ધાંતો, ઇતિહાસ, સિદ્ધિઓ વગેરેની સમાજને ઝાંખી કરાવતો કાર્યક્રમ માનવતા એજ મારો ધર્મ તાજાવાલા હોલ પોરબંદર ખાતે રેડક્રોસ ડીસ્ટ્રીક્ટ બ્રાંચ પોરબંદરના પ્રમુખ-પોરબંદર જીલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને,ગુજરાત સ્ટેટ બ્રાંચના નવા ચુંટાયેલા ચેરમેન અજયભાઈ પટેલ,ડી.ડી.ઓ.પોરબંદર વી.કે.અડવાણી, પોરબંદરની વિવિધ એન.જી.ઓ.ના હોદેદારો,અગ્રણી નાગરિકો વગેરેની ઉપસ્થતિમાં યોજાયો હતો.
પ્રાર્થના,વેલકમ સ્પીચ,પુષ્પોથી સન્માન,સ્મૃતિ ચિહ્ન અર્પણવિધી અને દીપ પ્રાગટ્ય બાદ ચેરમેન ડૉ. સી. જી. જોષીએ પોરબંદર ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચની પ્રવૃતિઓનો અહેવાલ આપ્યો.રેડક્રોસ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે કરવામાં આવતી પ્રવૃતિઓ અંગે લઘુ ફિલ્મ બતાવવામાં આવી.સ્ટેટ બ્રાંચનાં જનરલ સેક્રેટરી ડૉ. પ્રકાશભાઈ પરમારે સ્ટેટ બ્રાન્ચની કામગીરી અને તેના અપેક્ષિત વિસ્તરણનો ચિતાર આપ્યો.સ્ટેટ બ્રાન્ચના એક્જીક્યૂટિવ કમીટી મેમ્બર અનુપભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં સમાજ રેડક્રોસ સોસાયટીની પ્રવૃતિઓમાં રસ લઇ કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે સમજ આપી.
ચેરમેન અજયભાઈ પટેલે તેમના કાર્યકાળમાં જ રેડક્રોસ પ્રવૃતિઓને ગુજરાતના દરેક તાલુકા સુધી વિસ્તારવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો તથા પોરબંદર બ્રાંચના વિકાસ માટે સ્ટેટ બ્રાંચ તરફથી આર્થિક સહયોગ અંગે ખાતરી આપી. પ્રમુખ સ્થાનેથી વક્તવ્ય આપતાં જીલ્લા કલેકટર અશોક શર્માએ પોરબંદરમાં શરૂ કરવા જરૂરી જણાતા માનવતાનાં કાર્યો અંગે દિશા નિર્દેશકર્યો તથા તે માટે પોતાના તરફથી દાનની જાહેરાત કરી અને ત્વરિત રેડક્રોસનાં ખાતામાં જમા કરાવી પણ આપ્યું.
સ્ટેટ બ્રાંચ મેનેજીગ કમીટી મેમ્બર અને ડીસ્ટ્રીકટ બ્રાંચ સેક્રેટરી અકબરભાઈ સોરઠીયાએ આભારવિધિ કરી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાખાણશીભાઈ ગોરાણીયાએ વચ્ચે વચ્ચે રેડક્રોસનો પરિચય આપતાં રહી સુચારુ રીતે કર્યું. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયાએ પણ પોતાના તરફથી સ્વૈચ્છિક દાન જાહેર કર્યું.ડૉ. સુરેશ ગાંધી, ડૉ.જનક પંડિત,સ્ટેટ બ્રાંચ મેનેજીંગ કમીટીના સભ્યો સુમિત ઠક્કર,ભરતભાઈ પરમાર,દિલીપ દવે તથા મદદનીશ સેક્રેટરી અશોક શીલુ અને તુષાર ઠક્કરની ઉપસ્થિતિ પ્રેરક બની રહી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપપ્રમુખ ત્રીલોકકુમાર ઠાકર,ચેરપરસન શાંતીબેન ઓડેદરા,ટ્રેઝરર દીપકભાઈ વઢીયા સહીત ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચના નિષ્ઠાવાન સભ્યોની જહેમત કાબીલે દાદ રહી.શાળા કોલેજોના જુનિયર રેડક્રોસ અને સીનીયર રેડક્રોસ પ્રોગ્રામ ઓફીસર્સ ડૉ. ચેતનાબેન બેચરા,ડૉ. જે. જે. મોઢા,ડૉ. નયન ટાંક અને ધર્મેન્દ્ર વાઘેલાએ તેમના સ્વયંસેવક વિદ્યાર્થીઓને ભણાવેલ રેડક્રોસ સિદ્ધાંતોનું જાણે નિદર્શન થયું.