પોરબંદર
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષપદે જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાયેલ હતી. જેમા પોરબંદર જિલ્લામાં રૂ. ૪૦૦ લાખના ૧૪૫ કામોને મંજૂરી અપાઈ હતી.
સાંસદ રમેશભાઇ ધડુક, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,જિલ્લા કલેકટર અશોક શર્મા,જિલ્લા વિકાસ અધિકારી વિ.કે. અડવાણી,તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ના (વિવેકાધીન જોગવાઇ (અનુ.જાતી પેટા યોજના), (સામાન્યઓ), પ્રોત્સાવહક, ખાસ પછાત વિસ્તા ર ધેડ, વિવેકાધીન નગરપાલીકા) વિકાસના ૧૪૫ કામો માટે રૂા.૪૦૦ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી.
વિકેન્દ્રિગત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૧-૨૨ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તેમજ કામોને સમયાંતરે પુર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી.મંત્રીએ અધિકારીઓને વિકાસ લક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને પાછલા વર્ષના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર અશોક શર્માએ વિકાસના હાથ પર લેવાયેલા કામોની રૂપરેખા આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.જિલ્લા આયોજન અધિકારી વી.કે.પટેલએ સંકલિત માહિતી રજૂ કરી હતી.આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.