પોરબંદર
પોરબંદર ના મોડી રાત્રી સુધી ખાણીપીણીની દુકાનો તથા લારીગલ્લા ખુલ્લા રાખવા દેવા રેકડી કેબીન એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર રેકડી કેબીન એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ ઉનડકટે મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ અને સુદામાપુરી તરીકે વિખ્યાત છે.આથી અહી દેશ વિદેશ થી પ્રવાસીઓ આવતા હોય છે.પરંતુ આ યાત્રાળુઓ અને પ્રવાસીઓ અહી રાત્રી ના સમયે ભૂખ્યા તરસ્યા રહે છે.કારણકે પોલીસ દ્વારા રાત્રી ના ૧૧-૩૦ વાગ્યે સખ્તાઈ પૂર્વક હોટલ રેસ્ટોરન્ટ તથા ખાણીપીણીની રેકડીઓ બંધ કરાવે છે.અને ક્યારેક તો રેકડી ધારકો ને પોતાનો સામાન પણ સંકેલવાનો સમય આપવામાં આવતો નથી.અને જેમ ફાવે તેમ શબ્દપ્રયોગ કરી ગામ બંધ કરાવે છે. વિવિધ રાજ્યો ના યાત્રાળુઓ પોરબંદર માં રાત્રી રોકાણ કરે તો તેઓને ખાણીપીણી એ પ્રાથમિક જરૂરિયાત છે.જે ન મળવા થી નિરાશ થઇ ને પોરબંદર ની ખરાબ છાપ લઇ ને દર્શનાર્થીઓ પોરબંદર છોડી જાય છે.આથી રાત્રી ના મોડે સુધી ખાણીપીણી દુકાનો તથા લારીગલ્લા ખુલ્લા રાખવા દેવા યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત માં જણાવ્યું છે.