Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મેગા કોરોના વેક્સીનેસન ડ્રાઈવ અંતર્ગત ૮૦૦૦ લોકો એ રસી લીધી

પોરબંદર

પોરબંદર જિલ્લામાં મેગા કોરોના વેકશીનેસન ડ્રાઈવ નું આયોજન કરાયું હતું.જેમાં ૮૦૦૦ લોકોએ રસી લીધી હતી.આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધ,અશક્ત લોકો ને ઘરે ઘરે જઈ ને પણ રસી આપી હતી.

પોરબંદર જિલ્લામાં મેગા કોરોના વેક્સીનેસન ડ્રાઈવ નું આયોજન કરાયું હતું.જેમાં જીલ્લા માં કુલ 110 સ્થળેઓ રસી મુકવામાં આવી હતી.હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ વય જૂથના પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, 12 થી 17 વર્ષના બાળકો,તરૂણો,18થી 60 વર્ષના વ્યક્તિઓ કે જેઓનો પહેલો અથવા બીજો ડોઝ લેવાનો બાકી હોય અથવા 60 વર્ષથી વધુ વયના લોકોનો પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેવા નાગરિકો માટે આ મેગા ડ્રાઈવ નું આયોજન કરાયું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટાએ જણાવ્યું હતું કે,110 જેટલા કેન્દ્ર ખાતે 220 કર્મચારીઓ એ રસીકરણ માટે જહેમત ઉઠાવી હતી.અને આશાવર્કર બહેનો અને ફિમેઇલ હેલ્થ વર્કર દ્વારા ઘરે ઘરે જઈને લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી હતી.ઉપરાંત બીમાર, અશક્ત લોકો ને ઘરે જઈને વેકશીન આપવામાં આવી હતી. ઉપરાંત જીલ્લા માં જે લોકો ને રસી લેવાની બાકી છે.તેને આરોગ્યકેન્દ્ર ખાતેથી સ્ટાફ દ્વારા ફોન કરીને રસી લેવા આવી બોલાવવામાં આવ્યા હતા.

એ સિવાય આરોગ્ય સ્ટાફ દ્વારા ચોપાટી સહીત વિવિધ ઝુંપડપટ્ટી ના વિસ્તારો માં પણ સ્થળ પર જઈ રસી આપવામાં આવી હતી.જિલ્લામાં 27 હજારના ટાર્ગેટ સામે ૮૦૦૦ લોકો એ રસી લીધી છે.અત્યાર સુધીમાં 551963 ટાર્ગેટ સામે પોરબંદર જિલ્લામાં 483080 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે.એટલેકે 87.52 ટકા કામગીરી થઈ છે જ્યારે 468491 લોકોએ વેકશીનનો બીજો ડોઝ લીધો છે જેમાં 96 ટકા કામગીરી થઈ છે. જયારે 42113 લોકોએ પ્રોકોશન ડોઝ લીધો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે