પોરબંદર
પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 250 પરિવાર ને રમજાન મુબારક માં રાશન કિટ આપી ઉમ્મતી એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવાકીય કાર્ય સંપન્ન કરાયું છે. 1700 રૂપિયાની કીમત ની આ રાશન કિટ માં 30 જીવન જરૂરી ચીજવસ્તુઓ નો સમાવેશ કરાયો છે.
હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે.ત્યારે પોરબંદર શહેરમાં વિવિધ પ્રકાર ની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 250 મુસ્લિમ પરિવારો ને રમજાન મુબારક ની રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું.જેમાં 30 થી વધુ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
પોરબંદર માં છેલ્લા 4 વરસ થી આ સંસ્થા દ્વારા 200 થી 250 પરિવાર ને રમજાન માસ માં રાશન કિટ વિતરણ કરવામાં આવે છે.આ વર્ષે એક પરિવાર ને 1700 રુપિયા ની રાશન કિટ આપવામાં આવી છે.
ટ્રસ્ટ ના પ્રમુખ એજાજભાઈ લોધિયા એ જણાવ્યું હતું કે એવા પરિવાર સુધી આ રાશન કિટ પહોંચાડવામાં આવે છે.જેઓ કોઈ પાસે હાથ લાંબો કરી શકતા નથી. અને મધ્યમ પરિસ્થિતી ધરાવે છે.આ રાશનકિટ માં રાશન ની દરેક વસ્તુ તથા ઈફ્તાર અને સેહરી માટેની વિષેશ વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા વર્ષભર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેમ કે આંખોના મોતિયાના ઓપેરશન,સમૂહ ખતનાં ,રાહત દવાખાના, મેડિકલ કેમ્પ,હિઝામાં કેમ્પ,એજયુકેશન ને લગતી સેવાઓ (વિધાર્થી ફી, ચોપડા, યુનિફોર્મ) વગેરેની સેવા ચાલુ હોય છે.
છેલ્લા ચાર વર્ષ થી સંસ્થા દ્વારા સુ-વ્યવસ્થિત સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે.આગામી તારીખ 29-5-2022 ના પાંચમી વખત શાનદાર રીતે સુ-વ્યવસ્થિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.