Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં બાઈક ચાલક દ્વારા ટ્રાફિક વિભાગના મહિલા હેડ કોન્સ્ટેબલ ની ફરજ માં રુકાવટ

પોરબંદર માં બાઈક ચાલક પાસે મહિલા હેડ કોન્સ્ટેબલે બાઈક ના કાગળો માંગતા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અને હેડ કોન્સ્ટેબલ ને ધમકી આપી ફરજ માં રુકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ટ્રાફિક શાખા માં અનાર્મ વુમન હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા માલીબેન કરશનભાઈ મોઢવાડિયા એ કિર્તીમંદિર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ટ્રાફિક બ્રિગેડ સહિતના સ્ટાફ સાથે ભદ્રકાળી પાટા પાસે વાહન ચેકિંગ કરતા હતા. તે સમયે જયુબેલી તરફ થી એક શખ્શ પોતાનું બાઈક લઇ ને આવતા તેઓએ તેને અટકાવી અને બાઈક ના ડોક્યુમેન્ટ બતાવવાનું કહેતા તે શખ્શ ઉશ્કેરાઈ ગયો હતો. અને માલીબેન સાથે ગેરવર્તન કર્યું હતું.

તથા પોતાની પાસે કાગળો નથી “તું કાગળો જોઈ લે હું તને જોઈ લઈશ” તેવી રીતે જાહેર માં જેમતેમ બોલવા લાગ્યો હતો. આથી માંલીબેને તેનું નામ પૂછતા પોતાનું નામ હનીફ અબ્દુલભાઈ પઠાણ હોવાનું તથા પોતે કુંભારવાડા માં ખાડી કાંઠે વે બ્રીજ સામે રહેતો હોવાનું જણાવ્યું હતું. માલીબેને તેના વિરુદ્ધ ફરજ માં રુકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે