Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પીલાણામાં ગેરકાયદેસર માછીમારી કરતા પાંચ ઝડપાયા:એસઓજી દ્વારા કરાઈ કાર્યવાહી

પોરબંદર

પોરબંદર માં ફિશરીઝ કચેરી માં નોંધણી કરાવ્યા વગર ગેરકાયદેસર રીતે પીલાણામાં માછીમારી કરતા પાંચ શખ્સો ને એસઓજી ની ટીમે ઝડપી લીધા છે

પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની દ્વારા દરીયાઈ સુરક્ષાને લગતી તેમજ ગેરકાયદેસર ફીશીંગ કરતી બોટો ઉપર કાર્યવાહી કરવા એસઓજી ટીમ ને સુચના આપતા એસઓજી પી આઈ કે.આઇ. જાડેજા તથા પીએસઆઈ એચ.સી. ગોહિલ દ્વારા એસઓજી ટીમ તથા હાર્બર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ને સાથે રાખી મરીન પોલીસ ની બોટ માં દરીયાઈ પેટ્રોલીંગમાં હતા અને ફિશિંગ બોટો નું ચેકિંગ કરી હર્યા હતા જે દરમ્યાન જેટી સામેના ભાગે જી.જે.-૨૫-એમ.ઓ.-૫૦૬૦ કાંધલી કૃપા નામના પીલાણાના ખલાસીઓ પાસે થી માછીમારી કરવા અંગેની પાસ પરમીટ તથા બોટ રજીસ્ટ્રેશન ના કાગળો તેમજ મુવમેન્ટ રજીસ્ટરની માંગણી કરી ચેક કરતા તેઓ ફીશરીઝ વિભાગની કચેરી માં નોંધ કરાવ્યા વગર દરીયાઈ વિસ્તારમાં અનઅધિકૃત રીતે માછીમારી કરતા મળી આવ્યા હતા આથી તેમાં રહેલ પાંચ માછીમારો સુભાષનગરના સતીઆઈ મંદિર પાસે રહેતા પરેશ રણછોડભાઈ કિશોર ઉ.વ.૩૧, સુભાષનગર વાવવાળી ગલીમાં રહેતા ગોપાલ વિરજીભાઈ સલેટ ઉ.વ. ૫૨, સુભાષનગર ગોવિંદ કરીયાણાવાળાની પાસે રહેતા મનીષ દેવજીભાઈ ચામડીયા ઉ.વ. ૨૫, સુભાષનગર ઓમગલીમાં રહેતા રવિ જાદવભાઈ પવનીયા ઉ.વ. ૨૫ અને સુભાષનગર મેઈન રોડ પર રહેતા ગોપાલ પરસોતમભાઈ જેબર ઉ.વ. ૪૪ વગેરેની ધરપકડ કરી હતી.અને તમામ વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો ૨૦૦૩ ના નિયમ ૭ (૪) ૨૩(૨૩) તથા ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા (વટહુકમ) ૨૦૨૦ની કલમ ૨૧ (૧) ચ મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામમાં કામગીરી કરનાર એસ.ઓ.જી. પી.આઇ. કે.આઈ. જાડેજા,પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ તથા પો. હેડ.કોન્સ. હરદાસભાઈ લખમણભાઈ, સરમણભાઈ સવદાસભાઈ તથા પો.કોન્સ.પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા હાર્બર મરીન પોસ્ટે ના પો. ઇન્સ. એન.એ. તળાવીયા તથા પો. હેડ કોન્સ. નરેન્દ્રભાઈ ત્રિકમભાઈ તેમજ મિયાણી મરીન પોસ્ટના પો. હેડ.કોન્સ. ભરત અરભમભાઈ રોકાયેલ હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે